શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Corona Vaccine: ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મળી મોટી સફળતા, તૈયાર કરી લીધી વાયરસની રસી
યુનિવર્સિટીએ રસીના ટ્રાયલ માટે 1077 લોકોને સામેલ કર્યા હતા.
નવી દિલ્હીઃ કોરોના વાયરસની રસી વિકસિત કરવામાં બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીને મોટી સફળતા મળી છે. ઓક્સફોર્ડ દ્વારા વિકસિત કરવામાં આવેલી રસી માણસો માટે સુરક્ષિત છે. માનવ પરીક્ષણ દરમિયાન રસીથી લોકોમાં કોવિડ-19 સામે લડવાની રોગપ્રતિકારક ક્ષમતા વિકસિત હતી.
યુનિવર્સિટીએ રસીના ટ્રાયલ માટે 1077 લોકોને સામેલ કર્યા હતા. જે લોકોને આ રસી આપવામાં આવી, તેમના શરીરમાં કોરોના વાયરસ સામે લડનારા વ્હાઇટ બ્લડ સેલ અને એન્ટીબોડી વિકસિત તઈ હોવાના પૂરાવા મળ્યા છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ સફળતા બાદ મોટા પાયે માનવ પરીક્ષણ કરીને વેક્સીન સફળ હોવાની પુષ્ટિ કરનારું છું. બ્રિટિશ સરકાર પહેલા જ આ રસીને 10 કરોડ ડોઝનો ઓર્ડર આપી ચુકી છે. આ રસીને ChAdOX1 nCov-19 નામ આપવામાં આવ્યું છે.
આ રસીને જેનેટિકલી એન્જીનિયર્ડ વાયરસની મદદથી તૈયાર કરવામાં આવી છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં તૈયાર થયેલી કોરોના વાયરસની રસીનું ટ્રાયલ ભારતમાં પણ શરૂ થશે. બ્રિટનમાં સંશોધનકર્તા સાથે ભાગીદારી કરનારી ભારતીય કંપનીએ આ જાણકારી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion