Corona Vaccine: દેશમાં કોરોનાના કહેર વચ્ચે સારા સમાચાર, રશિયામાં બનેલી આ રસીને ભારતમાં મળી શકે છે મંજૂરી
Corona Vaccine India Update: રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-5ને આગામી થોડા સપ્તાહોમાં ભારતીય ડ્રગ રેગ્યુલેટર્સની મંજૂરી મળી જશે તેવી આશા છે. તેમણે સ્પૂતનિક-5 વેક્સિન ભારતમાં લાવવા ડૉ. રેડ્ડીઝે 'રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ' સાથે કરાર કર્યો હોવાની માહિતી આપી હતી.
હૈદરાબાદઃ રશિયાની કોરોના વાયરસ રસી (Coronavirus Vaccine) સ્પૂતનિક-5ને (Sputink-V) આગામી થોડા સપ્તાહમાં ભારતીય ડ્રેગ રેગ્યુલેટર્સની (DGCI) મંજૂરી મળવાની ફાર્મા ક્ષેત્રની કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝને (DRL) આશા છે. કંપનીના એક અધિકારીએ આ માહિતી આપી છે.
શું કહ્યું કંપનીના સીઈઓએ
કંપનીના સીઈઓ, એપીઆઈ અને સર્વિસેઝ, દીપકા સાપરાએ (Deepak Sapra) કહ્યું, રશિયાની કોરોના વેક્સિન સ્પૂતનિક-5ને આગામી થોડા સપ્તાહોમાં ભારતીય ડ્રગ રેગ્યુલેટર્સની મંજૂરી મળી જશે તેવી આશા છે. તેમણે સ્પૂતનિક-5 વેક્સિન ભારતમાં લાવવા ડૉ. રેડ્ડીઝે 'રશિયા ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ' સાથે કરાર કર્યો હોવાની માહિતી આપી હતી.
કેટલા લેવા પડશે ડોઝ
દીપક સાપરાના કહેવા પ્રમાણે આગામી થોડા સપ્તાહમાં મંજૂરી મળી જશે તેવી આશા છે. આ વેક્સિનના બે ડોઝ લેવાના રહેશે. પહેલો ડોઝ લીધાના 21મા દિવસે બીજો ડોઝ લેવાનો રહેશે. વેક્સિન લીધાના 28મા અને 42મા દિવસની વચ્ચે પ્રતિરોધક ક્ષમતા વિકસિત થઈ જશે.
ભારતમાં શું છે કોરોનાનું ચિત્ર
આરોગ્ય મંત્રાલયના સોમવારના આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 68,020 નવા કેસ (Corona Cases India) અને 291 લોકોના મોત થયા છે. જ્યારે 32,231 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,20,39,644 થયા છે. જ્યારે 1,13,55,993 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 5,21,808 એક્ટિવ કેસ (Active Cases) છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,843 છે. દેશમાં કુલ 6,05,30,435 લોકો કોરોનાની રસી (Corona Vaccine) લઈ ચુક્યા છે.
Surat: આવતીકાલથી હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રૂઝ સર્વિસ, જાણો કવી હશે સુવિધા