શોધખોળ કરો
Advertisement
કોરોના સંકટ: દેશમાં છેલ્લા પાંચ દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા, 1900 દર્દીઓના મોત
દેશમાં અત્યાર સુધીમાં 4,56,183 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 14,476 લોકોના મોત થયા છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4,56, 183 થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી આ વાયરસના કારણે 4,476 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. દિવસેને દિવસે કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં 75 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1900ની આસપાસ દર્દીઓના મોત થયા છે.
20 જૂનથી 24 જૂનની વચ્ચે ભારતમાં 75 હજારથી વધુ કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા છે. છેલ્લા 5 દિવસમાં 75,650 નવા કેસ સામે આવ્યા છે. જે ભારતમાં નોંધાયેલા અત્યાર સુધીના કુલ કેસના 16.58 ટકા છે.
કોરોના વાયરસથી 20 જૂનથી 24 જૂનની વચ્ચે દેશમાં 1903 દર્દીઓના મોત થયા છે, જેમાં ધ્યાન આપવા જેવી વાત એ છે કે, ભારતમાં સંક્રમણથી થયેલા કુલ મોતના 13.14 ટકા છે, જે માત્ર 5 દિવસમાં થયા છે. દેશમાં હાલમાં રિકવરી રેટ 56.70 ટકા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે, દેશમાં બુધવારે (24 જૂન) કોરોના વાયરસના 15,968 નવા મામલા સામે આવ્યા છે. જે એક દિવસમાં સૌથી વધુ પોઝિટિવ કેસ છે. જ્યારે 465 લોકોના મોત થયા છે. તાજા આંકડા પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં 4,56,183 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 14,476 લોકોના મોત થયા છે. 2,58,685 લોકો ઠીક થઈ ગયા છે અને 1,83,022 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ગુજરાત
ક્રિકેટ
Advertisement