Covid-19: ફરી એકવાર દેશમાં કોરોનાના કેસો વધતા કેન્દ્ર સરકાર ચિંતામાં, આ પાંચ રાજ્યોને લખ્યો પત્ર, જાણો વિગતે
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે તામિલનાડુ, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રને કોરોના મામલે એક પત્ર લખ્યો છે,
Covid-19 Case Increases: ગયા અઠવાડિયે કૉવિડ (Covid-19)ના કેસો ઝડપથી વધવા લાગ્યા છે અને સાપ્તાહિક સંક્રમણ દર (Weekly Infection Rate) માં વૃદ્ધિ થવાની વાતને ધ્યાનમાં રાખતા કેન્દ્ર (Centre) એ પાંચ રાજ્યો (States)ને કોરોના વાયરસ (Coronavirus) ના કોઇપણ પ્રકારના પ્રસારને નિયંત્રિત કરવા માટે નજર રાખવા અને જરૂર પડવા પર સાવધાનીભર્યા પગલાં ભરવાની સલાહ આપી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ભૂષણે તામિલનાડુ, કેરળ, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રને કોરોના મામલે એક પત્ર લખ્યો છે, પત્રમાં કહેવાયુ છે કે, ભારતમાં કૉવિડ 19ના કેસોમાં કેટલાક રાજ્યોમાથી વધુ કેસો સામે આવી રહ્યાં છે. જેનાથી સંક્રમણના પ્રસારના સ્થાનીયકરણ થવાની સંભાવનાના સંકેત મળે છે.
ભૂષણે કહ્યું કે, એટલા માટે જન સ્વાસ્થ્ય પ્રતિક્રિયા પર એક જોખમ આંકલન આધારિત વલણનુ અનુપાલન કરવાની જરૂર છે. સાથે જ મહામારી સામે લડવામાં અત્યાર સુધી મળેલી સફળતાને પણ ના ગુમાવવી જોઇએ. પત્રમાં તેમને કૉવિડ કેસોમાં છેલ્લા ત્રણ મહિનાઓમાં દેશમાં ખુબ કમી આવવાનો ઉલ્લેખ કર્યો છે. જોકે 27 એ સમાપ્ત થયેલા અઠવાડિયામાં 15,708 નવા કેસો સામે આવ્યા અને ત્રણ જૂને સમાપ્ત થઇ રહેલા સપ્તાહમાં વધીને 21,055 થવાની સાથે જ કૉવિડના કેસોમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. સાથે જ 27 મે 2022 એ સમાપ્ત થયેલા અઠવાડિયામાં રહેલા 0.52 ટકાનો સંક્રમણ દર ત્રણ જૂને સમાપ્ત થયેલા સપ્તાહમાં વધીને 0.73 ટકા થઇ ગયો છે.
આ પણ વાંચો......
ધારાસભ્ય જીગ્નેશ મેવાણી નહીં જઈ શકે ગુજરાતની બહાર, જાણો કોણે મુક્યો આ પ્રતિબંધ
મોટા સમાચાર : કોરોનાકાળમાં મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીના સ્વજનને મળશે 25 લાખની સહાય
EPFO : કેન્દ્ર સરકારે કર્મચારીઓના એમ્પ્લોય પ્રોવિડંડ ફંડ પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી
Sukanya Samriddhi Yojana: દીકરીના ભવિષ્ય માટે કરો બચત, ભણતરથી લઈને લગ્ન સુધી મળશે મોટી રકમ
Samrat Prithviraj : અક્ષય કુમારની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને આ બે દેશોમાં બેન કરવામાં આવી
Nayika Devi : ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતમાં કરમુક્ત જાહેર