શોધખોળ કરો

COVID-19: દેશમાં ફરી એક વખત વધ્યા કોરોનાના કેસ, જુઓ છેલ્લા 10 દિવસના આંકડા

છેલ્લા 10 દિવસમાં, માત્ર કોરોનાના નવા કેસોમાં જ વધારો નથી થયો, પરંતુ સક્રિય કેસ (Corona Active Case) અને ચેપ દર એટલે કે દૈનિક પોઝિટિવ રેટમાં  પણ વધારો થયો છે.

Rise In Covid Cases: ભારતમાં કોરોના(Corona In India)ના કેસો ઘટ્યા બાદ ફરી એકવાર વધવા લાગ્યા છે. છેલ્લા 10 દિવસમાં, માત્ર કોરોનાના નવા કેસોમાં જ વધારો નથી થયો, પરંતુ સક્રિય કેસ (Corona Active Case) અને ચેપ દર એટલે કે દૈનિક પોઝિટિવ રેટમાં  પણ વધારો થયો છે. શુક્રવાર, 10 જૂને, દૈનિક પોઝિટિવ  રેટ 2.26% હતો, જ્યારે 31 માર્ચે તે 0.64% હતો. શુક્રવાર 10 જૂને  ભારતમાં 7,584 નવા કેસ નોંધાયા હતા, 24 દર્દીઓના મૃત્યુ થયા હતા અને 3,791 દર્દીઓ ચેપથી સાજા થયા હતા. આ સાથે દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 4 કરોડ 32 લાખ 5 હજાર 106 થઈ ગઈ છે.

તે જ સમયે, 4 કરોડ 26 લાખ 44 હજાર 92 દર્દીઓ સાજા થયા છે જ્યારે 5 લાખ 24 હજાર 747 દર્દીઓના મોત થયા છે. કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ ફરી એકવાર તેજી આવી છે. તાજેતરમાં, કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે અને દેશમાં સક્રિય કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. દસ દિવસ પહેલા, જ્યાં 31 મેના રોજ 2,338 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ ભારતમાં સક્રિય 17,883 થઈ ગયા હતા અને દૈનિક  પોઝિટિવ રેટ  0.64% હતો.

જ્યારે 10 જૂને, 7,584 નવા કેસ નોંધાયા હતા, કેસ પોઝીટીવીટી રેટ વધીને 2.26% થઈ ગયો છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા વધીને 36,267 થઈ ગઈ છે એટલે કે છેલ્લા 10 દિવસમાં, માત્ર નવા કેસોમાં જ વધારો નથી થયો, પરંતુ ચેપ દર એટલે કે દૈનિક પોઝિટિવ રેટ પણ વધ્યો છે અને સક્રિય કેસોમાં પણ વધારો થયો છે.

આ રહ્યા છેલ્લા 10 દિવસના આંકડા-

1 જૂન બુધવારના રોજ, 2,745 નવા કેસ નોંધાયા હતા.
2 જૂન ગુરુવારના રોજ 3,712 નવા કેસ નોંધાયા હતા.
3 જૂને 4,041 નવા કેસ નોંધાયા હતા અને 2,363 દર્દીઓ સાજા થયા હતા.
4 જૂને 3,962 નવા કેસ નોંધાયા હતા અને 2,697 દર્દીઓ સાજા થયા હતા.
5 જૂને, 4,270 નવા ચેપના કેસ નોંધાયા હતા અને 2,619 દર્દીઓ સાજા થયા હતા.
6 જૂને, 4,518 પોઝિટિવ કેસ નોંધાયા હતા અને 2,779 દર્દીઓ સાજા થયા હતા.
7 જૂને, 3,714 નવા કેસ નોંધાયા હતા અને 2,513 દર્દીઓ સાજા થયા હતા.
8 જૂને 5,233 નવા કેસ આવ્યા અને 3345 દર્દીઓ સાજા થયા.
9 જૂને, 7,240 નવા કેસ નોંધાયા હતા અને 3,591 દર્દીઓ ચેપમાંથી સાજા થયા હતા.
10 જૂને, 7584 નવા કેસ નોંધાયા, 3791 દર્દીઓ સાજા થયા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget