Covid-19: દુનિયાભરમાં ત્રીજી લહેરનો ખતરો, માત્ર નવ સપ્તાહમાં આટલુ બધુ વધી ગયુ સંક્રમણ, જાણો કયા દેશમાં શું છે સ્થિતિ......
નવા કેસોથી ભારત, ઇન્ડોનેશિયા અને બ્રિટનમાં સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ત્રીજી લહેરના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખતા કેટલાય દેશોમાં પાબંદીઓનો વધુ એક સિલસિલો શરૂ થઇ રહ્યો છે.
Covid-19: કોરોનાને લઇને દુનિયાભરમાં ફરીથી ડરાવની તસવીરો સામે આવી રહી છે. ગયા અઠવાડિયાની સરખમાણીમાં આ અઠવાડિયે કોરોના સંક્રમણના દરમાં 10 ટકાનો વધારો નોંધાયો છે, જે ત્રીજી લહેરની અહટ છે. છેલ્લા નવ અઠવાડિયાથી દુનિયામાં સતત કોરોનાના કેસો ઓછા થતા દેખાઇ રહ્યાં હતા. નવા કેસોથી ભારત, ઇન્ડોનેશિયા અને બ્રિટનમાં સૌથી વધુ પ્રભાવિત દેશ છે. ત્રીજી લહેરના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખતા કેટલાય દેશોમાં પાબંદીઓનો વધુ એક સિલસિલો શરૂ થઇ રહ્યો છે.
આ કારણોથી વધી રહ્યો કોરોના-
ડબલ્યૂએચઓએ કહ્યું- કેટલાય દેશ કડકાઇ હટાવવાના દબાણનો સામનો કરી રહ્યાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને ચેતવ્યા હતા કે જો કડકાઇ નહીં રાખો તો સંક્રમણને વધુ ફેલાવવાનો મોકો મળશે. વળી જૉન્સ હૉપકિન્સ વિશ્વવિદ્યાલયમાં સંક્રમણ રોગ વિશેષણ ડૉ. ડેવિડ ડાઉડીએ ચેતવણી આપી કે ત્રીજી લહેર એન્ટ્રી કરી રહી છે. દુનિયાભરમાં રસીકરણની સ્પીડ ઓછી છે. કેટલાય દેશોમાં માસ્ક પહેરવાના નિયમોમાં ઢીલ આપવામાં આવી છે. ડેલ્ટા વેરિએન્ટ ઝડપથી પોતાનો ફેલાવો કરી રહ્યો છે. આ 111 દેશોમાં અત્યાર સુધી ફેલાઇ ચૂક્યો છે.
ગયા અઠવાડિયે 55 હજાર લોકોના મોત-
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (ડબલ્યૂએચઓ) બુધવારે બતાવ્યુ કે સતત નવ અઠવાડિયાના ઘટાડા બાદ મોતની સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ જોવા મળી છે. સંક્રમણના કારણે ગયા અઠવાડિયે 55,000થી વધુ લોકોએ જીવ ગુમાવી દીધા છે, જે આ પહેલાના અઠવાડિયાની સરખામણીમાં ત્રણ ગણા વધારે છે. વળી સંક્રમણના કેસોમાં ગયા અઠવાડિયે લગભગ 10 ટકા એટલે કે લગભગ 30 લાખનો વધારો થયો છે. આમાંથી સૌથી વધુ કેસો બ્રાઝિલ, ભારત, ઇન્ડોનેશિયા અને બ્રિટનમાં આવ્યા. દુનિયાભરમાં કોરોના મહામારીના સંક્રમિતોની સંખ્યા વધીને 18.93 કરોડથી વધુ થઇ ગઇ છે. જ્યારે અત્યાર સુધી આના કારણે 40.76 લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. દુનિયામાં કોરોના સંક્રમિતોના કેસોમાં ભારત બીજા નંબરે અને મૃતકોના મામલે ત્રીજા નંબર પર છે. બ્રાઝિલ સંક્રમિતોના મામલે હવે ત્રીજા નંબર પર છે તથા કોરોનાથી થયેલા મોતના મામલામાં તે દુનિયામાં બીજા નંબર પર છે. અમેરિકામાં કોરોનાથી અત્યાર સુધી સૌથી વધુ 6.23 લાખ લોકોના મોત થઇ ગયા છે.
કેટલાય દેશોમાં ડેલ્ટા વેરિએન્ટ મચાવી રહ્યો છે તબાહી-
ડેલ્ટા વેરિએન્ટ કેટલાય દેશોમાં તબાહી મચાવી રહ્યો છે. આર્જેન્ટિનામાં મહામારીના કેસો વધવાથી મૃતકોની સંખ્યા 1,00,000ને પાર પહોંચી ચૂકી છે. રશિયામાં કોરોના વાયરસથી દરરોજ થનારા મોતોની સંખ્યા આ અઠવાડિયામાં સૌથી વધુ નોંધાઇ છે. બેલ્જિયમમાં ડેલ્ટા વેરિએન્ટના કેસો ગયા અઠવાડિયાથી લગભગ બેગણા થઇ ગયા છે. મ્યાનમારમાં સ્મશાનગૃહોમાં સવારથી લઇને રાત સુધી કામ થઇ રહ્યું છે. ઇન્ડોનેશિયામાં બુધવારે લગભગ 1,000 લોકોએ જીવ ગુમાવ્યા અને 54,000થી વધુ નવા કેસો સામે આવ્યા. ઓસ્ટ્રેલિયામાં સિડની જેવા સ્થાનો પર વધારાની પાબંદીઓ લગાવી દેવામાં આવી છે. ત્યાં કમ સે કમ જુલાઇના અંત સુધી 50 લાખ નિવાસી લૉકડાઉનના દાયરામાં રહેશે.