શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Covid-19 Transmission: આ રીતે પણ ફેલાઈ શકે છે કોરોના, જાણો કોને વિશેષ સાવધાની રાખવાની અપાઈ સલાહ

રિસર્ચકર્તાએ કહ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીની દેખભાળ કરતાં મેડિકલ સ્ટાફ પણ સંક્રમણનો સ્ત્રોત હોઈ શકે છે. હજુ પણ કોરોના ફેલાવાનો મુખ્ય સ્ત્રોત શ્વાસ લેતી વખતે નીકળતાં નાના ડ્રોપ્લેટ્સ છે.

નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત વ્યક્તિના આંસુથી પણ સંક્રમણ ફેલવાનો ખતરો રહે છે. અમૃતસરની રાજકીય મેડિકલ કોલેજે એક રિસર્ચમાં દાવો કર્યો છે કે 'ocular manifestations'ની સાથે અને તેના વગર પણ રોગીના આંસુ કોવિડ-19 ઈંફેક્શનનો એક સંભવિત સ્ત્રોત હોઈ શકે છે. જોકે હજુ પણ કોરોના ફેલાવાનો મુખ્ય સ્ત્રોત શ્વાસ લેતી વખતે નીકળતાં નાના ડ્રોપ્લેટ્સ છે.

રિસર્ચકર્તાના કહેવા મુજબ બીજા માધ્યમોથી તેના ફેલાવાનો ખતરો નજર અંદાજ કરી શકાય નહીં. રિસર્ચમાં પોઝિટિવ દર્દીઓના આંસુમાં કોવિડ-19ની સ્થિતિનું મૂલ્યાંકન અને તુલના કરવામાં વી હતી. 'ocular manifestations'નો અર્થ કોઈ રોગોના કારણે આંખને થતી બીમારી કે તેને લગતી અસર છે.

કેટલા દર્દી પર કરવામાં આવ્યું રિસર્ચ

રાજકીય મેડિકલ કોલેજે કુલ 120 દર્દીઓ પર રિસર્ચ કર્યું. જેમાંથી 60ને 'ocular manifestations' હતું અને 60ને નોહતું. 41 દર્દીઓને conjunctival hyperemia, 38ને follicular reaction, 35ને chemosis, 20ને mucoid discharge અને 11ને itching ની મુશ્કેલી હતી. લગભગ 37 ટકાને 'ocular manifestations'ની સાથે હળવા કોવિડ-19 સંક્રમણ હતું. જ્યારે 63 ટકાને ગંભીર સંક્રમણ હતું. બીજા ગ્રુપમાં 52 ટકા રોગીઓને હળવી બીમારી હતી અને 48 ટકાથી વધારેને ગંભીર બીમારી હતી.

આ રિસર્ચમાં રોગીના આરટીપીસીઆર રિપોર્ટ આવ્યાના 48 કલાકની અંદર આંસુના નમૂના લેવાયા હતા. આરટીપીસીઆર ટેસ્ટને કોરોના દરમિયાન સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. 120માંથી 21 દર્દીના આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ હતા. તેમાંથી 11 દર્દીને 'ocular manifestations' હતું, જ્યારે 10માં કોઈ મુશ્કેલી હતી.

રિસર્ચકર્તાએ કહ્યું કે, કોરોનાગ્રસ્ત દર્દીની દેખભાળ કરતાં મેડિકલ સ્ટાફ પણ સંક્રમણનો સ્ત્રોત હોઈ શકે છે. રિસર્ચના પરિણામ બાદ આવી ડ્યુટી કરી રહેલા લોકોને વધારે સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે. તેમાં પણ નેત્ર રોગ વિશેષજ્ઞોને વધારે સાવધાનીની સલાહ આપવામાં આવી છે.

ડેલ્ટા વેરિયંટથી મામલા વધવાની ચેતવણી

કોવિડની આ લહેરની આશંકા વચ્ચે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિયંટથી સંક્રમણના મામલા વધી શકે છે. જે અછબડાની જેમ સરળતાથી ફેલાય છે. ઈન્ડિયન Sars-CoV-2 જીનોમિક કંસોર્ટિયમ (INSACOG)ના આંકડા અનુસાર મે, જૂન અને જુલાઈમાં કોવિડ-19 દર 10માંથી લગભગ 8 મામલા વધારે સંક્રામક ડેલ્ટા વેરિયંટના હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Exclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યાNew Company Scam Exposed: ઉત્તર ગુજરાતમાં BZ, નાવસ્ટાર્ટ બાદ વધુ એક કંપનીનું ઉઠમણુંVijay Rupani : પૂર્વ મુખ્યમંત્રી વિજય  રૂપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ
તારું પ્રાઈવેટ પાર્ટ બતાવ મને.... કિન્નરે દિલ્હીમાં વિદેશી પ્રવાસી સાથે કર્યું ગંદું કામ - વીડિયો વાયરલ
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
Maharashtra: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીને ભાજપે સોંપી મોટી જવાબદારી, જાણો વિગતો 
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
ચાઈનીઝ પાવર બેંક ખરીદતા પહેલા ચેતી જજો, ખરાબ ક્વોલિટીને કારણે સરકારે બે કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો
Embed widget