આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, લાઈસન્સ નહીં હોય તો પણ લાગશે કોરોનાની રસી, જાણો શું છે નિયમ
મંત્રાલયે એવા લોકોના ગ્રુપની ઓળખ કરી છે, જેમની પાસે સામાન્ય રીતે કોઈ ઓળખ પત્ર નથી હોતા.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણથી બચવા માટે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. 18-44 વર્ષના લોકોને રસી લેવા માટે કોવિન પોર્ટલ અથવા એપ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. સાથે જ રજિસ્ટ્રેશનના સમયે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, લાઈસન્સ, પાન કાર્ડ, એનપીઆર સ્માર્ટ કાર્ડ અથવા પેંશન દસ્વાતેજનો નંબર નોંધાવવો ફરજિયાત છે. જોકે, દેશમાં કેટલાક લોકો એવા પણ છે, જેની પાસે ફોટો ઓળખ પત્રના નામ પર કંઈ જ નથી. પંરતુ એવા લોકો માટે પણ રસીકરણ અભિયાનમાં જોડાવવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગાઈડલાઈન બહાર પાડી છે.
મંત્રાલયે એવા લોકોના ગ્રુપની ઓળખ કરી છે, જેમની પાસે સામાન્ય રીતે કોઈ ઓળખ પત્ર નથી હોતા. તેમાં જુદા જુદા ધર્મોના સાધુ-સંત, જેલના કેદી, વૃદ્ધાશ્રમના લોકોસ ભિખારી, પુનર્વાસ કેન્દ્રોમાં રહેતા લોકો સામેલ છે. આ લોકોને ઓળખપત્ર વગર પણ રસી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
કેન્દ્ર તરફથી બહાર પાડવામાં આવી ગાઈડલાઈન્સ
મંત્રાલયે કહ્યું કે, અલ્પસંખ્યક મામલાના વિભાગ, સામાજિક ન્યાય કલ્યાણ વિભાગ વગેરેની મદદથી જિલ્લા ટાસ્ટ ફોર્સ એવા વ્યક્તિઓ ગ્રુપની ઓળખ કરી શકે છે જેમની પાસે કોઈપણ ઓળખનો પુરાવો નથી. લાભાર્થિઓની સંખ્યાની જાણકારી રાજ્ય સ્તર પર એકઠી કરવી જોઈએ અને રાજ્ય સરકાર દ્વારા આ એસઓપીના અમલીકરણ માટે સ્પષ્ટ નિર્દેશ આપવા જોઈએ. ત્યાર બાદ તેને રસી આપવામાં આવે.
મંત્રાલયે આગળ કહ્યું, જિલ્લા ટાસ્ક ફોર્સ દ્વારા એક જિલ્લા નોડલ અધિકારી નામાંકિત કરી શકાય છે. ઓળખ કરવામાં આવેલ લોકોના ગ્રુપને રસી આપવા માટે જિલ્લા રસીકરણ અધિકારી (ડીઆઈઓ) જવાબદાર હશે. કોવિન પોર્ટ પર ખાસ રસીકરણની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. લાભાર્થીને ડિજિટલ રીસકરણ સર્ટિફિકેટ વેક્સીનેશન સેન્ટર પર જ આપવામાં આવશે. જિલ્લા નોડલ અધિકારી એ સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિગત રીતે જવાબદાર હશે કે આ વિશેષ છૂટ માત્ર એવા લોકો માટે હશે જેની પાસે જરૂરી ઓળખના પુરુવા નથી.