શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
દેશમાં ક્યાં સુધી આવશે કોરોનાની રસી? સ્વાસ્થ્યમંત્રીએ સંસદમાં શું આપ્યો જવાબ?
દેશમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે, ક્યાં સુધીમાં કોરોનાની રસી આવવાની સંભાવના છે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને ગુરુવારે રાજ્યસભામાં કહ્યું કે, ક્યાં સુધીમાં કોરોનાની રસી આવવાની સંભાવના છે. હર્ષવર્ધને કહ્યું કે, તેમને આશા છે કે આગામી વર્ષની શરૂઆત સુધીમાં દેશમાં લોકોને કોરોનાની વેક્સીન ઉપલબ્ધ થઇ શકે છે.
હર્ષવર્ધને રાજ્યસભામાં કહ્યું કે, ભારત અન્ય દેશોની જેમ પ્રયાસ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં એક એક્સપર્ટ ગ્રુપ તેના પર દેખરેખ રાખી રહ્યું છે અને આપણી પાસે એડવાન્સ પ્લાનિંગ છે. અમને આશા છે કે આગામી વર્ષની શરૂઆત સુધીમાં ભારતમાં કોરોનાની રસી ઉપલબ્ધ રહેશે.
તેમણે કહ્યું કે, દેશમાં કોરોના વાયરસથી થનાર મોતનો દર હાલમાં દુનિયાના અન્ય દેશોની સરખામણીએ સૌથી ઓછો 1.64 ટકા છે અને સરકારનું લક્ષ્ય આ મૃત્યુદરને ઘટાડીને એક ટકાથી ઓછી કરવાનું છે. કોરોના મહામારી પર રાજ્યસભામાં થયેલી ચર્ચાનો જવાબ આપતા તેમણે કહ્યું કે, ભારતમાં કોરોનાના દર્દીઓના સ્વસ્થ થવાનો દર 78થી79 ટકા છે. ભારત કોરોનાથી સ્વસ્થ થનારાઓના ઉંચા દર ધરાવતા દેશોમાં સામેલ છે.
હર્ષવર્ધને કહ્યું કે, કોરોના વાયરસની કુલ કેસની સંખ્યા ભલે વધારે હોય પરંતુ હોસ્પિટલોમાં સારવાર કરાવી રહેલા કુલ કોરોના દર્દીઓની સંખ્યા 20 ટકાથી ઓછી છે. ભારતમાં કોરોના મહામારીમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા યુરોપના અનેક દેશોની સરખામણીએ ઓછી છે. સરકાર અમેરિકાની સરખામણીએ વધુ કોરોના ટેસ્ટ કરવા પર વિચાર કરી રહી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion