શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સ્ટડીમાં દાવો- કોરોના વિરૂદ્ધ એન્ટિબોડીઝ શરીરમાં માત્ર 50 દિવસ સુધી જ રહે છે
જેજે હોસ્પિટલના સીરો સર્વેમાં 34 એવા લોકો સામેલ હતા જે સર્વેના ત્રણથી પાંચ સપ્તાહ પહેલા સુધી આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા.
મુંબઈઃ કોવિડ-19 એન્ટિબોડીઝ એક બે મહિનાથી વધારે નથી રહેતા, જેજે ગ્રુપ ઓફ હોસ્પિટલના પ્રભાવિત હેલ્થકેર સ્ટાફ પર કરવામાં આવેલ એક રીસર્ચમાં આ જાણકારી સામે આવી છે.
સ્ટડીના મુખ્ય લેખક ડો. નિશાંત કુમારે કહ્યું, “જેજે, જીટી અને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના 801 સ્વાસ્થ્ય કર્મચારીઓના અમારા રીસર્ચમાં 28 લોકો સામેલ હતા જે સાત સપ્તાહ પહેલા (એપ્રિલના અંતમાં અને મેની શરૂઆતમાં) કોરોના પોજિટિવ (આરટી-પીસીઆર પર) મળી આવ્યા હતા. જૂનમાં કરવામાં આવેલ સીરો સર્વેમાં 28માંથી કોઈપણમાં કોઈ એન્ટિબોડી જોવા ન મળ્યા.”ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કોમ્યુનિટી મેડિસિન એન્ડ પબ્લિક હેલ્થના સપ્ટેમ્બર અંકમાં આ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવશે.
જેજે હોસ્પિટલના સીરો સર્વેમાં 34 એવા લોકો સામેલ હતા જે સર્વેના ત્રણથી પાંચ સપ્તાહ પહેલા સુધી આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા હતા. ત્રણ સપ્તાહ પહેલા કોરોના સંક્રમિત મળી આવેલ 90 ટકા લોકોના શરીરમાં એન્ટિબોડીઝ મળી આવ્યા હતા. જ્યારે પાંચ સપ્તાહ પહેલા સંક્રમિત મળી આવેલ 38.5 ટકા લોકોના સરીરમાં એન્ટિબોડીઝ મળી આવ્યા હતા. સ્ટડીના મુખ્ય લેખક ડો. નિશાંત કુમારે આ જાણકારી આપી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion