કઇ-કઇ જગ્યાએ વેક્સિનની એક શીશીમાંથી લિમીટથી વધારે ડૉઝ કાઢીને લોકોને અપાયા, આ બધુ જોઇને વેક્સિન કંપનીઓ પણ ચોંકી ગઇ.....
કેન્દ્રોને આદર્શ સૂચીમાં સામેલ કરવા માટે કેટલીય જગ્યાએ એક શીશીમાંથી વધુ ડૉઝ કાઢવા પર જોર આપવામાં આવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ રસીકરણ કેન્દ્રમાં વેક્સિનની એક શીશીમાંથી વધુમાં વધુ ડૉઝ કાઢવાના રિપોર્ટ સામે આવી રહ્યાં છે. ખરેખરમાં કેન્દ્રોને આદર્શ સૂચીમાં સામેલ કરવા માટે કેટલીય જગ્યાએ એક શીશીમાંથી વધુ ડૉઝ કાઢવા પર જોર આપવામાં આવી રહ્યાં છે. વેક્સિનનો આવો ગોટાળો જોઇને વેક્સિન કંપનીએ પણ ચોંકી ગઇ છે.
ચોંકાવનારી વાત એ છે કે તે જ કેન્દ્રોએ દાવો કર્યો છે કે 10 ડૉઝ વાળી શીશીમાંથી આ 12 ડૉઝ કાઢી શકે છે. ઉલ્લેખનીય છે કે, ચંડીગઢ, હરિયાણા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બીજા અન્ય રાજ્યોમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. વળી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની પાસે 41 લાખથી વધુ એક્સ્ટ્રા ડૉઝ કાઢવાના આંકડા ઉપલબ્ધ છે. વિશેષણો અને વેક્સિન કંપનીઓના મતે આ આંકડાઓ ચોંકાવનારા છે. આવા ગોટાળાથી કંપનીઓ પણ ચોંકી ગઇ છે.
દેશભરમાં 41 લાખથી વધુ એક્સ્ટ્રા ડૉઝ આપવામાં આવ્યા-
જાણકારી અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યસભામાં જણાવ્યુ કે હવે દેશભરમાં 41 લાખ 11 હજાર 516 વધારાના ડૉઝ આપવામાં આવ્યા છે. તામિલનાડુમાંથી સામે આવેલા આંકડા સૌથી વધુ જોવા મળ્યા. અહીં 5 લાખ 88 હજાર 243 એક્સ્ટ્રા ડૉઝ આપવામાં આવ્યા. વળી પશ્ચિમ બંગાળમાં 4 લાખ 87 હજાર, ગુજરાતમાં 4 લાખ 62 હજાર, હરિયાણામાં 1 લાખ 27 હજાર અને ચંદીગઢમાં 5681 એક્સ્ટ્રા ડૉઝ કાઢવામાં આવ્યા છે. આ રાજ્યોમાંથી કૉવિશિલ્ડની એક શીશીમાંથી 12 ડૉઝ કાઢવાનો દાવો કરામાં આવ્યો છે.
વધુમાં વધુ એક ડૉઝ કાઢી શકાય છે- સ્વાસ્થ્ય વિભાગના પૂર્વ અધિકારી.....
દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગના પૂર્વ અધિકારી મહેન્દ્ર પ્રતાપનુ આ આંકડાઓ પર કહેવુ છે કે એક શીશીમાંથી એક્સ્ટ્રા ડૉઝ કાઢવાનો ટાર્ગેટ આપવો બિલકુલ ખોટો છે. તેમને કહ્યું - સારી સમજણ અને આવડતા દ્વારા વધુમાં વધુ એક શીશીમાંથી એક ડૉઝ જ કાઢી શકાય છે.
આ રાજ્યોમાં ડૉઝનો થયો બગાડ-
આંકડા અનુસાર, દિલ્હીમાં એકપણ એક્સ્ટ્રા ડૉઝ કાઢવાનો કેસ અત્યાર સુધી સામે નથી આવ્યો, વળી અત્યાર સુધી અહીંથી 19 હજાર 989 ડૉઝનો બગાડ જરૂર થયો છે. આ રીતે ઉત્તરપ્રદેશમાં 13207, ત્રિપુરામાં 27552, પંજાબમાં 13613, મેઘાલયમાં 3518 ડૉઝનો બગાડ થયો છે.