શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: CM નીતીશ કુમારની જાહેરાત, આરોગ્ય કર્મચારીઓને આટલી પ્રોત્સાહીત રકમ મળશે,જાણો
નીતીશ સરકારે જે પરિવારો પાસે રેશનકાર્ડ છે તેમને એક મહિનાનું રેશન મફત આપવાની જાહેરાત કરી છે.
પટના: બિહારમાં રાજ્ય સરકારે કોરોના વાયરસના વધતા ખતરાને લઈને લોકડાઉનની જાહેરાત કરી છે. આ દરમિયાન નીતીશ સરકારે જે પરિવારો પાસે રેશનકાર્ડ છે તેમને એક મહિનાનું રેશન મફત આપવાની જાહેરાત કરી છે. તે જ સમયે પેન્શન ધારકોને ત્રણ મહિના પેન્શન અગાઉથી આપવામાં આવશે. આ સિવાય જે વિસ્તારોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યાંના રેશનકાર્ડ ધારકોને એક હજાર રૂપિયા આપવામાં આવશે.
તેમજ ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને 31 માર્ચ સુધી શિષ્યવૃત્તિ મળશે. કોરોના દેશના તમામ રાજ્યોમાં જોખમી રીતે ફેલાઈ રહ્યો છે. કેંદ્ર સહિત તમામ રાજ્યની તમામ સરકારો પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે.
તમામ ડૉક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારીઓને એક મહિનાની બેઝિક સેલેરી બરાબર પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતા કહ્યું કે લોકડાઉનના સંબંધમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી સલાહનું પાલન કરો. તમારા સહયોગથી જ આ મહામારી સામે લડી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement