શોધખોળ કરો

'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ

CR Patil Jal Shakti Minister: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે 2047 સુધીમાં દરેક ઘરમાં નળથી પાણી પહોંચાડવાના સરકારના લક્ષ્ય અને 'હર ઘર જળ' યોજનાની સફળતા વિશે વિસ્તૃત ચર્ચા કરી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • મંત્રી પાટીલે આવનારી પેઢીઓ માટે પાણી બચાવવા ભાર મૂક્યો.
  • દેશમાં વધતી જરૂરિયાત સામે, પાણી સંગ્રહ ક્ષમતા ખૂબ ઓછી છે.
  • 'હર ઘર જળ' યોજનાથી 16 કરોડ ઘરોને નળ કનેક્શન અપાયા.
  • આ યોજનાથી મહિલાઓના કરોડો કલાકો બચ્યા, આજીવિકા વધી.

CR Patil Jal Shakti Minister: નવી દિલ્હીમાં આયોજિત એબીપી નેટવર્કના 'ઇન્ડિયા@2047' કોન્ક્લેવમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે દેશની જળ સુરક્ષા અને 'હર ઘર જળ' યોજના અંગે મહત્વની વાતો કરી છે. આખા દેશને એક મજબૂત સંદેશ આપતા તેમણે કહ્યું કે, લોકો પોતાની આવનારી 7 પેઢીઓ માટે સંપત્તિ તો ભેગી કરે છે, પણ ભવિષ્ય માટે પાણી બચાવવાનો કોઈ વિચાર કરતું નથી. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં પાણીની સમસ્યા હલ કરવા માટે થઈ રહેલા ઐતિહાસિક કામો, ભવિષ્યની જરૂરિયાતો અને 'જલ જીવન મિશન'ના કારણે મહિલાઓના બચેલા અમૂલ્ય સમય વિશે પણ માહિતી આપી હતી.

જન્મથી લઈને મૃત્યુ સુધી પાણી જરૂરી છે

જળ સંરક્ષણના મહત્વ પર ભાર મૂકતા પાટીલે કહ્યું કે, જન્મથી લઈને મૃત્યુ સુધી દરેક તબક્કે માણસને પાણીની જરૂર પડે છે. અરે, જો આપણે કોઈ સંકલ્પ લેવો હોય તો પણ હાથમાં પાણી લેવું પડે છે! દેશમાં પાણીનો વપરાશ સતત વધી રહ્યો છે, પરંતુ અગાઉ યોગ્ય આયોજન અને માળખાગત સુવિધાઓના અભાવે બહુ મુશ્કેલીઓ પડતી હતી. પરંતુ જે કામ દાયકાઓ સુધી નહોતું થઈ શક્યું, તે પીએમ મોદીના નેતૃત્વમાં સરકારે માત્ર થોડા જ વર્ષોમાં કરી બતાવ્યું છે.

પાણીની ઉપલબ્ધિ જાણે બેંકની ફિક્સ ડિપોઝિટ (FD)

આંકડાકીય માહિતી આપતા મંત્રીએ સમજાવ્યું કે, ભારતમાં દર વર્ષે આશરે 4000 VCM વરસાદ પડે છે, જેમાંથી લગભગ 2000 VCM જેટલું પાણી તો જંગલો જ શોષી લે છે. અત્યારે આપણી જરૂરિયાત 1120 VCM છે, જે 2047 સુધીમાં વધીને 1180 VCM થઈ જશે. ચિંતાની વાત એ છે કે દેશમાં 6500 જેટલા ડેમ હોવા છતાં આપણી પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માત્ર 750 VCM છે. પાટીલે આને બેંકની ફિક્સ ડિપોઝિટ (FD) સાથે સરખાવતા કહ્યું કે, "જો તમે FD વારંવાર તોડતા રહો અને વાપરતા રહો, તો ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થવાની જ છે."

જોકે, તેમણે ખુશી વ્યક્ત કરી કે જ્યારે પણ પીએમ મોદીએ 'જળ ભાગીદારી'ની અપીલ કરી છે, ત્યારે આખા દેશે સાથ આપ્યો છે. લોકોએ જાતે જ જળ સંરક્ષણના કામોમાં લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું માતબર યોગદાન આપ્યું છે.

'હર ઘર જળ' યોજના અને 1.5 લાખ કરોડનું બજેટ

2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્ય અંગે વાત કરતા તેમણે કહ્યું કે, આ માટે દરેક ઘરમાં પાણી હોવું ખૂબ જ જરૂરી છે. 'હર ઘર જળ' યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 16 કરોડ ઘરોમાં નળ કનેક્શન આપી દેવામાં આવ્યા છે, જ્યારે 3 કરોડ ઘરોનું કામ હજુ બાકી છે. આ બાકીનું કામ પૂરું કરવા માટે પીએમ મોદીએ 1.5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે, જેમાંથી આ વર્ષે 67000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજના 2028 સુધીમાં પૂરી કરવાનો ટાર્ગેટ છે, પણ સરકાર તેને વહેલી પૂરી કરવા પ્રયત્નશીલ છે.

યોજનાના અમલીકરણમાં થયેલી ગેરરીતિઓ વિશે બોલતા તેમણે કબૂલ્યું કે જ્યાં પણ ભૂલો થઈ હતી તે સુધારવામાં આવી છે અને બેદરકારી દાખવનાર 17000 અધિકારીઓ સામે કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે.

મહિલાઓના 5.5 કરોડ કલાકો બચ્યા

'જલ જીવન મિશન'થી સમાજ પર પડેલા પ્રભાવ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, પહેલાંના સમયમાં 9 કરોડ જેટલી મહિલાઓને પાણી ભરવા માટે લાંબા અંતર સુધી ચાલીને જવું પડતું હતું. આ કામમાં તેમના લગભગ 5.5 કરોડ કલાકો વેડફાઈ જતા હતા. આજે ઘરઆંગણે પાણી આવવાથી આ સમય બચ્યો છે, જેનો ઉપયોગ મહિલાઓ પોતાની આજીવિકા કમાવવા અને પરિવારની આવક વધારવા માટે કરી રહી છે. આ યોજનાના ફાયદા હવે આખા દેશમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

Frequently Asked Questions

કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે પાણીના સંરક્ષણ વિશે શું સંદેશ આપ્યો?

તેમણે કહ્યું કે લોકો પોતાની 7 પેઢીઓ માટે સંપત્તિ ભેગી કરે છે, પણ ભવિષ્ય માટે પાણી બચાવતા નથી. જન્મથી મૃત્યુ સુધી પાણી જરૂરી છે, અને તેનો વપરાશ સતત વધી રહ્યો છે.

'હર ઘર જળ' યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે અને અત્યાર સુધીમાં કેટલી પ્રગતિ થઈ છે?

આ યોજનાનો હેતુ 2047 સુધીમાં દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનો છે. અત્યાર સુધીમાં 16 કરોડ ઘરોને કનેક્શન મળ્યા છે, અને બાકીના 3 કરોડ માટે ₹1.5 લાખ કરોડનું બજેટ ફાળવાયું છે.

'જલ જીવન મિશન'થી મહિલાઓને કેવી રીતે ફાયદો થયો છે?

પહેલાં 9 કરોડ મહિલાઓ પાણી ભરવામાં 5.5 કરોડ કલાક વેડફતી હતી. હવે ઘરઆંગણે પાણી મળતા આ સમય બચ્યો છે, જેનો ઉપયોગ તેઓ આજીવિકા કમાવવા અને પરિવારની આવક વધારવા માટે કરી રહી છે.

ભારતમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા વિશે શું કહેવામાં આવ્યું છે?

મંત્રીએ જણાવ્યું કે ભારતમાં 6500 ડેમ હોવા છતાં, પાણી સંગ્રહ કરવાની ક્ષમતા માત્ર 750 VCM છે. તેમણે તેને બેંકની FD સાથે સરખાવી, વારંવાર વાપરવાથી ભવિષ્યમાં મુશ્કેલી ઊભી થવાની ચેતવણી આપી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
Embed widget