શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સોનિયા ગાંધી બન્યા કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ, CWCની બેઠકમાં લેવાયો નિર્ણય
સૂત્રોના મતે પાંચ ઝોનના આધાર પર લેવામાં આવેલા મતમાં સોનિયા ગાંધીનું નામ સામે આવ્યું છે.
નવી દિલ્હીઃ કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં કોગ્રેસ અધ્યક્ષને લઇને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીને કોગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. સૂત્રોના મતે પાંચ ઝોનના આધાર પર લેવામાં આવેલા મતમાં સોનિયા ગાંધીનું નામ સામે આવ્યું છે. રાહુલ ગાંધીનું રાજીનામું મંજૂર કરી લેવામાં આવ્યું છે.પહેલા તો સોનિયા ગાંધીએ ના પાડી હતી પરંતુ નેતાઓના કહેવા પર તેમણે કાર્યકારી કોગ્રેસ અધ્યક્ષ બનવા માટે હા કરી હતી. નોંધનીય છે કે કોગ્રેસ વર્કિગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, જ્યોતિરાદિત્ય સિંધિયા અને એકે એન્ટની સહિત અનેક મોટા નેતા રહ્યા હતા.
કોગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે, CWCની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે જ્યાં સુધી કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી કરવામાં ના આવે ત્યાં સુધી સોનિયા ગાંધી કોગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહેશે. નોંધનીય છે કે લોકસભા ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર બાદ રાહુલ ગાંધીએ 25 મેના રોજ CWCની બેઠકમાં પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તે સમયે તેમના રાજીનામાનો અસ્વીકાર કરી લેવામાં આવ્યો હતો#UPDATE K C Venugopal, Congress: Congress Working Committee (CWC) unanimously resolved to request Sonia Gandhi to take over as the Interim President, pending the election of a regular president by the AICC. pic.twitter.com/24FhY0FFct
— ANI (@ANI) August 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion