શોધખોળ કરો

Biporjoy: રાજસ્થાનમાં બિપરજોયની એન્ટ્રી, બાડમેરમાં વરસાદ, બે જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું બિપોરજોય રાજસ્થાન પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા બિપરજોયને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે.

Biporjoy in Rajasthan : ગુજરાતમાં તબાહી મચાવ્યા બાદ વાવાઝોડું બિપોરજોય રાજસ્થાન પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા બિપરજોયને લઈને ચેતવણી જારી કરવામાં આવી છે. વિભાગે ચક્રવાત બિપરજોયની અસરને કારણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના બાડમેર, પાલી, સિરોહી, જાલોરમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી કરી  છે. આ દરમિયાન બાડમેરમાં અત્યાર સુધીમાં 70 મીમી વરસાદ નોંધાયો છે. રાજસ્થાનમાં આગામી 48 કલાકમાં 200 મીમી વરસાદ થઈ શકે છે. વાવાઝોડા બિપરજોયની અસરને કારણે રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર રાધેશ્યામ શર્માના જણાવ્યા અનુસાર રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ ઉપરાંત પાણી ભરાવા અને પૂરની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે રાજસ્થાનમાં આગામી 48 કલાકમાં 200 મીમી વરસાદ થઈ શકે છે. વાવાઝોડા બિપરજોયની અસરને કારણે રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યાં 16 અને 17 જૂને રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક ભાગોમાં મૂશળધાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

એલર્ટ બાદ SDRF અને NDRFની ટીમો તૈનાત

હવામાન વિભાગે 17 જૂને બાડમેર, જોધપુર જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ભીલવાડા, કરૌલી, સવાઈ માધોપુર,  સીકર, ટોંક, બિકાનેર, નાગૌરમાં ભારે વરસાદ અને ભારે પવનની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગની આ આગાહી બાદ વહીવટીતંત્રે ઉદયપુર, અજમેર, જોધપુર, જયપુર, કોટા, ભરતપુર અને બિકાનેરમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF)ની આઠ કંપનીઓ અને કિશનગઢ અને અજમેરમાં NDRFની એક-એક કંપની લોકોને બચાવવા માટે તૈનાત કરી છે. 

કેબિનેટ મંત્રીએ આ અપીલ કરી હતી

ચક્રવાત બિપરજોયને લઈને હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રી વિશ્વેન્દ્ર સિંહે લોકોને અપીલ કરી અને કહ્યું કે હવામાન વિભાગે રાજસ્થાનના વિવિધ ભાગોમાં આંધી અને ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. સામાન્ય જનતાને ભારે પવન (વાવાઝોડા) દરમિયાન સલામત સ્થળે રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રહેવા અને ભારે વરસાદ જેવી કોઈપણ કટોકટીમાં એકબીજાને મદદ કરવા અપીલ છે. 

ગુજરાતમાં વરસાદની આગાહી

કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી,  પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  પવનની ગતિ 41 થી 61 પ્રતિ કલાક રહેશે.  ગાજવીજ સાથે છુટાછવાયા વરસાદની અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
શું યોગી સરકાર અયોધ્યામાં મસ્જિદ માટે ફાળવેલી જમીન પાછી લઈ લેશે? આ કારણે માંગ કરવામાં આવી રહી છે
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Fact Check: શું ઈલોન મસ્કે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી? જાણો સામે આવેલી તસવીરનું સત્ય
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી
Embed widget