શોધખોળ કરો
Advertisement
ઓરિસ્સા: ચક્રવાત ‘ફની’ને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? PM મોદી રાખી રહ્યા છે નજર
બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણમાંથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો ચક્રવાત ફની શુક્રવારે ઓરિસ્સાના દરિયાકિનારાના ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ગમે ત્યારે ટકરાય તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે.
નવી દિલ્હી: બંગાળની ખાડીમાં હવાના હળવા દબાણમાંથી પ્રચંડ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી ચૂકેલો ચક્રવાત ફની શુક્રવારે ઓરિસ્સાના દરિયાકિનારાના ગોપાલપુર અને ચાંદબાલી વચ્ચે ગમે ત્યારે ટકરાય તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. ઓરિસ્સા સરકારે પ્રચંડ વાવાઝોડા સામે બાથ ભીડવાની તૈયારીઓ કરી દીધી છે. આ સમગ્ર ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતા ધ્યાન રાખી રહ્યાં છે અને સંપૂર્ણ માહિતી લઈ રહ્યાં છે.
રાજ્ય સરકારે ગુરૂવાર સાંજ સુધીમાં દરિયાકિનારાના જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા અંદાજે 11 લાખ લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડી દેવામાં આવ્યા છે. સુત્રોના મતે 52 શહેરો અને 10,000 ગામડાઓને વાવાઝોડાને પગલે અસર હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત ફની છેલ્લા ચાર દાયકામાં આવેલું ચોમાસા પહેલાનું સૌથી પ્રચંડ વાવાઝોડું છે. હાલમાં ચક્રવાત ફની ઓરિસ્સાના પુરીથી 360 કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં પહોંચ્યો છે. ચક્રવાત ફની કલાકના 16 કિલોમીટરની ઝડપથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને શુક્રવારે ગમે ત્યારે ઓરિસ્સાના દરિયાકિનારા પર જમીનને સ્પર્શે તેવી સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત ફની છેલ્લા ચાર દાયકામાં આવેલું ચોમાસા પહેલાનું સૌથી પ્રચંડ વાવાઝોડું છે. હાલમાં ચક્રવાત ફની ઓરિસ્સાના પુરીથી 360 કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં પહોંચ્યો છે. ચક્રવાત ફની કલાકના 16 કિલોમીટરની ઝડપથી ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને શુક્રવારે ગમે ત્યારે ઓરિસ્સાના દરિયાકિનારા પર જમીનને સ્પર્શે તેવી સંભાવના છે.
સરકારે આગામી 3 દિવસ સુધી શાળા કોલેજોમાં રજાની જાહેરાત કરી દીધી છે. ભુવનેશ્વર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરૂવારે ઓરિસ્સાના દરિયાકિનારાના વિસ્તારો અને અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. રાજ્યના તમામ 11 જિલ્લામાં શુક્રવારે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
HR Biswas, Director, Met Dept, Bhubaneswar: The impact of landfall process has started. Fani will make a landfall between 8-11 am. In the morning at 6:31 AM it was 70 km south-southwest of Puri, it is moving now. #CyclonicStormFANI pic.twitter.com/1eUfqYCXXl
— ANI (@ANI) May 3, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દુનિયા
સુરત
Advertisement