શોધખોળ કરો
Advertisement
Cyclone Nisarga: મુંબઈમાં નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળ્યો, અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાહી
ઉલ્લેખનીય છે કે બે સપ્તાહની અંદર દેશમાં આ બીજુ મોટુ વાવાઝોડુ ત્રાટક્યુ છે, જ્યારે દેશની આર્થિક રાજધાની મહારાષ્ટ્રમાં 100 વર્ષ બાદ કોઇ મોટા વાવાઝોડાએ એન્ટ્રી કરી છે
LIVE
Background
મુંબઇઃ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધી રહેલા નિસર્ગ વાવાઝોડાએ ગંભીર રૂપ ધારણ કરી લીધુ છે. આજે આ મહારાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. તબાહીને ધ્યાનમાં રાખીને મુંબઇ અને ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. વાવાઝોડા પહેલા આની અસરથી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડવાનો શરૂ થઇ ગયો છે.
19:54 PM (IST) • 03 Jun 2020
વાવાઝોડુ આજે મહારાષ્ટ્રના તટીય વિસ્તારમાં ટકરાયું હતું. અલીબાગમાં વાવઝોડું ટકરાયું હતું. 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ફૂંકાતા પવનથી અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.
18:25 PM (IST) • 03 Jun 2020
નિસર્ગ વાવાઝોડાનો ખતર મુંબઈ પરથી ટળી ગયો છે. મુંબઈ એરપોર્ટ પર હવે શરુ કરી દેવામાં આવ્યું છે.
વાવાઝોડાના કારણે મુંબઇ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યુ છે, એરપોર્ટ પર એક કાર્ગો પ્લેનના લપસી પડ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
18:20 PM (IST) • 03 Jun 2020
આઈએમડીના મહાનિદેશકે જણાવ્યું કે, નિસર્ગની તીવ્રતામાં ઘટાડો આવ્યો છે હવે તે મુંબઈથી 80 કિમી દૂર પૂણેના કિનારાના વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યું છે. વાવાઝોડાના કારણે મુંબઈ, રાયગડમાં ભારે પવન ફૂંકાયો હતો જેના બાદ થોડુંક નુકસાન થયું છે પરંતુ આશંકા કરતા ઓછું નુકસાન થયું છે.
18:17 PM (IST) • 03 Jun 2020
ચક્રવાત વાવાઝોડુ નિસર્ગ હવે નબળુ પડ્યું છે અને તેની ગતિમાં ઘટાડો આવ્યો છે. મુંબઈમાં વરસાદ પણ બંધ થયો છે. એરપોર્ટ 6 વાગ્યાથી ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
17:02 PM (IST) • 03 Jun 2020
મુંબઇના નીચાણવાળા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઇ ગયા છે, અને દક્ષિણ મુંબઇના વિસ્તારો જેવા કે નરીમાન પૉઇન્ટ પર પણ ભારે પવન ફૂંકાવવાનો શરૂ થઇ ચૂક્યો છે, સાથે વરસાદ પણ ચાલુ છે. માલાબાર હિલ વિસ્તારમાંથી એક ભયાનક તસવીર સામે આવી છે. અહીં ઘરની છત પરનો ઉપરનો ભાગ આખો ભારે પવનથી ઉડી ગયો છે. બીએમસીએને માહિતી મળી છે કે શહેરમાં ઠેર ઠેર મોટા મોટા વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે, અને એનડીઆરએફની ટીમો સહિત અન્ય રાહત તથા બચાવની ટીમો તેમને રસ્તાં પરથી હટાવવાની કામે લાગી છે.
Load More
Tags :
Nisarga Storm Cyclone Nisarga Maharashtra Nisarga Gujarat Nisarga Cyclone Nisarga Severe Cyclonic Storm Storm Landfallગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement