શોધખોળ કરો
Advertisement
દમણ દાદરા નગર હવેલી અને દમણ દીવની રાજધાની હશે, મોદી કેબિનેટનો નિર્ણય
તે સિવાય મોદી કેબિનેટે ઓબીસી આયોગના કાર્યકાળને છ મહિના માટે વધારી દેવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા અને નગર હવેલીની રાજધાની દમણ રહેશે. આ નિર્ણય મોદી કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. છેલ્લા દિવસોમાં બંન્ને કેન્દ્રશાસિત પ્રદેશને એક કરીને કરવામાં આવ્યો હતો. તે સિવાય મોદી કેબિનેટે ઓબીસી આયોગના કાર્યકાળને છ મહિના માટે વધારી દેવામાં આવ્યો છે.
દમણ-દીવના વિલય બાદ હવે દેશમા આઠ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે. આ અગાઉ જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા. કેન્દ્રિયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, કેન્દ્રિય કેબિનેટે 2021-2022ના સમયગાળા માટે 4371.90 કરોડ રૂપિયાની કુલ ખર્ચ પર નવા એનઆઇટીના સ્થાયી પરિસરોની સ્થાપ માટે સંશોધિત ખર્ચ અંદાજોને મંજૂરી આપવામાં આવી છે. વાસ્તવમાં એનઆઇટીની સ્થાપના વર્ષ 2009માં કરવામાં આવી હતી અને તેણે પોતાના સંબંધિત અસ્થાયી પરિસરમાં શૈક્ષણિક વર્ષ 2010-2011થી ખૂબ જ સીમિત સ્થાન અને માળખાકીય ઢાંચાની સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. તે માર્ચ 2022 સુધી પોતાના સંબંધિત સ્થાયી પરિસરોને પુરી રીતે કાર્યાત્મક થઇ જશે.Union Minister Prakash Javadekar: Daman has also been designated as Headquarter of Union Territory of Dadra and Nagar Haveli and Daman and Diu. https://t.co/dND8vbMdeB
— ANI (@ANI) January 22, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion