શોધખોળ કરો

દયાશંકરે માયાવતીની માગી માફી, કહ્યું 'માયાવતી તેમને જ ટિકિટ આપે છે જેમની પાસે વધારે પૈસા હોય'

નવી દિલ્લી: માયાવતી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ દયાશંકર સિંહનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે દયાશંકરે માયાવતીની ફરી એકવાર માફી માગી છે. તેમજ તેમણે કહ્યું કે, મારી પત્ની અને દીકરીના વિરુદ્ધમાં માયાવતીએ તેના કાર્યકર્તાઓને ભડકાવ્યા છે.   વધુમાં દયાશંકરે કહ્યું હતું કે, ‘મેં જે કઈ કહ્યું તે ખોટું હતું. મને મારી ભુલનો અહેસાસ છે. મારે આમ કરવું ના જોઈતું હતું. 19 મેના રોજ આપેલા ઈન્ટરવ્યુમાં મેં ખોટું ઉદાહરણ આપ્યું હતું. પરંતુ બીએસપી હંમેશા તેમને જ ટિકિટ આપે છે જેની પાસે વધારે પૈસા હોય. અપશબ્દ બાદ મેં તરત જ તેમની માફી માગી હતી અને ફરી એકવાર માફી માગી રહ્યો છું.’   આ ઉપરાંત દયાશંકર સિંહે જણાવ્યું હતું કે, ‘હું પોલિસ સાથે વાત કરવા તૈયાર છું. જ્યાં મને જવાનું કહેવામાં આવશે ત્યાં હું જઈશ પરંતુ મને સુરક્ષાની જરૂર છે. બીએસપીના સમર્થકોએ મારી જીભ કાપવાની ધમકી આપી છે. તો કોઈએ મારા પર ઈનામ રાખ્યું છે. જે માટે મેં માફી માગી છે તે અપરાધ માટે મને ચાર સજા આપવામાં આવી. તેમ છતા માયાવતીએ મારા વિશે અપશબ્દ કહેવા માટે તેમના કાર્યકર્તાઓને ભડકાવ્યા હતા.’   દયાશંકર સિંહે વધુમાં કહ્યું કે, ‘બીએસપીના કાર્યકર્તાઓ અને નેતાઓની મારી પત્ની અને દીકરી માટે અપશબ્દ કહેવાની હિંમત કઈ રીતે થઈ? શું મારી પત્ની અને દીકરીનું સમ્માન માયાવતીથી ઓછું છે? મારા પરિવારને બીએસપીવાળા ધમકી આપી રહ્યા છે. ટીવી પર ન્યૂઝ જોઈ મારી દીકરી ટ્રોમામાં છે. મને સમજમાં નથી આવતું કે બીએસપી મારી પત્ની અને દીકરીને કેમ માનસિક રીતે હેરાન કરી રહ્યા છે. મારા કારણે તેમને આ બધું સહન કરવું પડી રહ્યું છે. મારી પત્નીએ એફઆઈઆર નોંધાવી છે તો કાયદો તેનું કામ કરશે પરંતુ માયાવતી તેમના નેતાઓ પર કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યા?’

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી

17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ

ભાજપની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર: 10 મહિલાઓને મળ્યું સ્થાન, જાણો કોને કઈ જવાબદારી?

ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!

જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ

BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

Embed widget