શોધખોળ કરો
Advertisement
સંપૂર્ણ સ્વદેશી રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને DCGIએ આપી મંજૂરી, જાણો પરિણામ ક્યારે આવશે
ભારત બાયોટેક લિમિટેડે આ મહિનાની શરૂઆતમાં પ્રથમ બે તબક્કાના પરિણામ આધાર પર ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી માંગી હતી.
નવી દિલ્હીઃ DCGIએ ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા તૈયાર કરવામાં આવેલ વેક્સીનના ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલને મંજુરી આપી દીધી છે. જાનવરો અને ક્લિનિકલ ટ્રાયલના પ્રથમ અને બીજા તબક્કાના પરિણામ આધાર પર ભારત બાયોટેક લિમિટેડને આ મંજૂરી આપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વેક્સીનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. અને દસ રાજ્યોના લગભગ 28 હજાર લોકોને વેક્સીન આપવામાં આવશે. ભારત બાયોટેક લિમિટેડે આ મહિનાની શરૂઆતમાં પ્રથમ બે તબક્કાના પરિણામ આધાર પર ત્રીજા તબક્કાના ટ્રાયલની મંજૂરી માંગી હતી જેના પરિણામ અગામી વર્ષના ફેબ્રુઆરી મહિના સુધીમાં આવી જશે.
ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા તૈયાર આ વેક્સીન સંપૂર્ણરીતે સ્વદેશી છે. જેને આઈસીએમઆર અને હૈદરાબાદની ભારત બાયોટેક લિમિટેડે મળીને તૈયાર કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement