DDMA revised guidelines: કોરોનાના કેસ વધતાં આ રાજ્યએ ગાઇડલાઇનમાં કર્યો સુધારો, જાણો શું કરાયો ફેરફાર
DDMA Guidelines: કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. તમામ રેસ્ટોરાં અને બાર બંધ રહેશે, ટેકવેને મંજૂરી છે.

DDMA Guidelines: દિલ્હીમાં કોરોના સંક્રમણ ટોચ પર છે. રાજધાનીમાં કોવિડ-19 ચેપના કેસ દરરોજ વધી રહ્યા છે. આ દરમિયાન દિલ્હીની જેલમાં બંધ 66 કેદીઓ કોરોનાથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. સાથે જ 48 જેલ સ્ટાફ પણ કોવિડ પોઝીટીવ મળી આવ્યો છે. આ દરમિયાન ડીડીએમએ ગાઇડલાઇનમાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ દિલ્હીમાં તમામ ખાનગી કચેરીઓ બંધ રહેશે, સિવાય કે જે મુક્તિ શ્રેણી હેઠળ આવતી હોય. વર્ક ફ્રોમ હોમ કરવું પડશે. તમામ રેસ્ટોરાં અને બાર બંધ રહેશે, ટેકવેને મંજૂરી છે.
રાજધાની દિલ્હીની તિહાડ જેલ, મંડોલી જેલ અને રોહિણી જેલમાં કેદીઓ અને સ્ટાફ સહિત કુલ 114 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. તિહાડ જેલમાં 42 કેદીઓ અને 34 જેલ સ્ટાફ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મંડોલી જેલમાં 24 કેદીઓ અને 8 જેલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા છે. આ સિવાય રોહિણી જેલમાં 6 સ્ટાફ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
દિલ્હીમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસ 65,806 છે, જ્યારે 14,77,913 લોકો કોરોનામાંથી સાજા થઈ ગયા છે. રાજધાનીમાં 25,177 લોકોને ભરખી ગયો છે.
ભારતમાં આજે કેટલા નોંધાયા કોરોના કેસ
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા કેસ નોંધાયા છે અને 277 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 69957 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 8,21,446 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 6.5 ટકા ઓછા કેસ નોંધાયા છે. ગઈકાલે 1.79 લાખ કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના કુલ 4461 કેસ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 69.31,55,280 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 જાન્યુઆરીએ 15,79.928 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- એક્ટિવ કેસઃ 8,21,446
- કુલ ડિસ્ચાર્જઃ 34570131
- કુલ મૃત્યુઆંકઃ484213
- કુલ રસીકરણઃ 1,52,89,70,294
આ પણ વાંચોઃ Lockdown: દેશના આ જાણીતા રાજ્યમાં લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો વિગત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
