શોધખોળ કરો
Advertisement
રાજનાથસિંહે નૌસેનાના પૂર્વ અધિકારી સાથે કરી વાત, કહ્યુ-પૂર્વ સૈનિકો પર આવા હુમલા અસ્વીકાર્ય
રક્ષામંત્રી રાજનાથ સિંહે મુંબઇમાં નૌસેનાના પૂર્વ અધિકારી પર થયેલા હુમલાની નિંદા કરી હતી
નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે મુંબઇમાં નૌસેનાના પૂર્વ અધિકારી પર થયેલા હુમલાની નિંદા કરી હતી. તેમણે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે તેમણે પૂર્વ અધિકારી મદન શર્મા સાથે વાત કરી છે. પૂર્વ સૈનિકો પર આ પ્રકારના હુમલાઓ અસ્વીકાર્ય અને નિંદનીય છે.
રાજનાથ સિંહે ટ્વિટ કરી જણાવ્યું કે, નિવૃત નૌસેનાના અધિકારી શ્રી મદન શર્મા સાથે વાત કરી. જેમના પર મુંબઇમાં ગુંડાઓએ હુમલો કર્યો હતો અને તેમના સ્વાસ્થ્ય અંગે જાણકારી લીધી છે. પૂર્વ સૈનિકો પર આ પ્રકારના હુમલાઓ અસ્વીકાર્ય અને નિંદનીય છે. હું મદનજી જલદી સ્વસ્થ થાય તેવી કામના કરું છું.
નોંધનીય છે કે આ મામલામાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી પરંતુ તેમને પોલીસ સ્ટેશનથી જ જામીન આપી દેવામાં આવ્યા. આ મામલામાં પૂર્વ નૌસેનાના અધિકારીની દીકરીનું કહેવું છે કે આ મામલામાં પોલીસે દેખાવ પુરતી કાર્યવાહી કરી છે. તેમના પિતા પર હુમલો કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી થાય. આ કેસમાં પોલીસે નબળી કલમો લગાવી છે જેનાથી આરોપીઓને પોલીસ સ્ટેશનથી જામીન મળી ગયા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement