શોધખોળ કરો
‘40ના બદલે 400 મારો ત્યારે પૂરો થશે પુલવામાનો બદલો’, જાણો ક્યા રાજ્યના મુખ્યમંત્રીએ આપ્યું આ નિવેદન

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 1 માર્ચથી પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા માટે ધરણા પર બેસી રહ્યા છે. આ પહેલા તેમણે એક ખાનગી ચેનલ સાથે ખાસ વાત કરી હતી. જેમાં તેમણે કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ પર નિશાન સાધ્યું હતું. ઉપરાંત પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને 10 ગણું વધારે નુકસાન પહોચાડીને બદલો લેવાની વાત પણ કરી હતી. કેજરીવાલે બીજેપી પર પુલવામા હુમલાને લઈ રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, અમે વડાપ્રધાનની સાથે છીએ અને તેમણે આકરા પગલાં ભરવા જોઈએ. તેઓ વારંવાર ભારતનું અપમાન કરી રહ્યા છે, સીમા પર પાકિસ્તાન જે ઈચ્છે છે તે કરે છે. વડાપ્રધાન વગર આમંત્રણે નવાજ શરીફના જન્મદિવસ પર પાકિસ્તાન પહોંચી ગયા હતા, જેના કારણે તેમણે આપણને નબળા સમજ્યાં. જો તેઓ 40 મારે છે તો આપણે 400 મારવા જોઈએ. નહીંતર તેઓ આપણને નબળા જ સમજતા રહેશે. વાંચોઃ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા કેજરીવાલ 1 માર્ચથી આમરણાંત ઉપવાસ કરશે મોદી-શાહની જોડીએ દેશમાં નફરતનો માહોલ પેદા કર્યો છે અને દેશની શાંતિ ડહોળી છે. જ્યાં સુધી દેશમાં શાંતિ નહીં રહે ત્યાં સુધી વિકાસ શક્ય નથી. દેશની અંદર ડરનો માહોલ છે, નેતા જ નહીં આમ આદમી પણ ડરેલા છે. તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે દરેક દેશભક્તનો ધર્મ મોદી-શાહની જોડીને સત્તામાં આવવાથી રોકવાનો છે. ભાજપ વર્તમાન સાસંદોને લોકસભાની ટિકિટ આપશે કે નહીં? અમિત શાહે શું કહ્યું? જુઓ વીડિયો મદનલાલ ખુરાના, સાહિબ સિંહ વર્મા, શીલા દીક્ષિતે દિલ્હીને પૂર્ણ દરજ્જો અપાવવાની માંગ કરી હતી, પરંતુ આજે તેમના જ પક્ષના લોકો આ માંગનો વિરોધ કરી રહ્યા છે. ગોધરાઃ બે મિત્રો એક જ યુવતીના પ્રેમમાં પડ્યા, પછી શું આવ્યો અંજામ ? જુઓ વીડિયો
વધુ વાંચો
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ગુજરાત
ક્રિકેટ





















