(Source: ECI/ABP News/ABP Majha)
Arvind Kejriwal Gujarat Visit: અરવિંદ કેજરીવાલ ફરી આવશે ગુજરાત, કરી શકે છે મોટી જાહેરાત
Arvind Kejriwal Gujarat Visit: વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતમાં આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે.
Arvind Kejriwal Gujarat Visit: વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીના સીએમ અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતમાં આવી રહ્યા હોવાની માહિતી સામે આવી છે. નોંધનિય છે કે, અરવિંદ કેજરીવાલ જ્યારે પણ ગુજરાતની મુલાકાત લેશે ત્યારે કોઈના કોઈ પ્રકારે તે શાસક પક્ષ ભાજપ પર પ્રહાર કરવાનું ચૂકતા નથી.
કેજરીવાલ કોઈ મોટી જાહેરાત કરી શકે છે
મળતી માહિતી પ્રમાણે આવતીકાલે એટલે કે, બુધવારે સાંજે 8.30 કલાકે અરવિંદ કેજરીવાલ સુરત આવશે. ૨૧ જુલાઈએ સુરતમાં અરવિંદ કેજરીવાલ કોઈ મોટી જાહેરાત કરી શકે છે. સુત્રોના મતે 21 જુલાઈએ અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને પહેલી ગેરંટી આપશે. આ વાતની પુષ્ટી આપ નેતા મનોજ સોરઠીયાએ પણ કરી છે. નોંધનિય છે કે આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ શિક્ષણ અને વીજળીના ભાવને લઈને ભાજપ સરકારને ઘેરી રહ્યા છે.આ પહેલા મનિષ સિસોદિયા પણ ગુજરાતની શાળાની મુલાકાત લઈ ચૂક્યા છે.
આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે
આ ઉપરાંત ગુજરાતમાં આગામી ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ 21 જુલાઈએ ગુજરાતના નેતાઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક કરશે. ગુજરાતમાં આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા ત્રીપાંખીયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટી ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. આ વાતની જાહેરાત કેજરીવાલ અને મનિષ સિસોદિયા પહેલા જ કરી ચૂક્યા છે. તો હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે અરવિંદ કેજરીવાલ શું જાહેરાત કરશે અને તેની ચૂંટણી પર કેવી અસર થશે.
આ પણ વાંચો...
GST : દહીં, લસ્સી સહિત આ વસ્તુઓ પર નહીં લાગે જીએસટી, જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા
Haryana DSP Killed: 3 મહિના બાદ રિટાયર્ડ થવાના હતા DSP, ખાણ માફિયાએ ડમ્પર ચડાવી દેતા સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત
કોરોના બાદ હવે નવા વાયરસનો એટેક! શું Marburg COVID-19 જેટલો ઘાતક સાબિત થશે?