શોધખોળ કરો
Advertisement
Delhi Election Result: એકવાર ફરી શૂન્ય બેઠક મેળવનાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષે આપશે રાજીનામું, જાણો
સુભાષ ચોપડાએ એબીપી સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પાર્ટીની હારની જવાબદારી હું લવું છું. સુભાષ ચોપડાએ કહ્યું હતું કે, કેજરીવાલનો જીતને લઈને શુભેચ્છા પાઠવું છું પરંતુ પોતાના કામથી નહીં ચતુરતાથી અને જાહેરાતોના કારણે જીત થઈ છે.
Delhi Election Result 2020: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી ચાલુ છે. પરિણામોમાં જોતાં આમ આદમી પાર્ટીની જીત સ્પષ્ટ જોવા મળી રહી છે. દિલ્હીમાં ફરી એકવાર અરવિંદ કેજરીવાલની સરકાર બનવા જઈ રહી છે. જ્યારે ભાજપનું પ્રદર્શન છેલ્લી ચૂંટણી કરતાં સારું રહ્યું હતું. જોકે કોંગ્રેસે આ વખતે દિલ્હી ચૂંટણીના પરિણામોમાં એકપણ ખાતું ખોલી શકી નહોતી. જેને લઈને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સુભષ ચોપડા રાજીનામું આપે તેવી સંભાવના છે.
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ સુભાષ ચોપડા થોડીવારમાં રાજીનામું આપશે તેવું જાણવા મળ્યું છે. સુભાષ ચોપડાએ એબીપી સાથે વાતચીતમાં કહ્યું હતું કે, પાર્ટીની હારની જવાબદારી હું લવું છું. સુભાષ ચોપડાએ કહ્યું હતું કે, કેજરીવાલનો જીતને લઈને શુભેચ્છા પાઠવું છું પરંતુ પોતાના કામથી નહીં ચતુરતાથી અને જાહેરાતોના કારણે જીત થઈ છે.
નોંધયની છે કે, 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો પર જીત મેળવી હતી ત્યારે બીજેપીને માત્ર ત્રણ જ સીટો મળી હતી જ્યારે કોંગ્રેસને શૂન્ય બેઠક મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement