શોધખોળ કરો
Advertisement
દિલ્હી ચૂંટણીઃ AAP એ તમામ 70 સીટ પર ઉમેદવારો કર્યા જાહેર, 15 વર્તમાન ધારાસભ્યોની કાપી ટિકિટ, જુઓ લિસ્ટ
આ લિસ્ટમાં 8 મહિલા ઉમેદવારોને પણ ટિકિટ ફાળવવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 6 મહિલાઓને ટિકિટ આપી હતી.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીને આમ આદમી પાર્ટીએ તમામ 70 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાંથી 46 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે, જ્યારે 15 ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. આ લિસ્ટમાં 8 મહિલા ઉમેદવારોને પણ ટિકિટ ફાળવવામાં આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ 6 મહિલાઓને ટિકિટ આપી હતી.
નવી દિલ્હીમાંથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા પ્રતાપગંજથી ચૂંટણી લડશે. પટેલ નગરથી રાજકુમાર આનંદ, મોદી નગરથી શિવચરણ ગોયલને ટિકિટ ફાળવવામાં આવી છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી તરફથી અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદનો ચહેરો નક્કી છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.
દિલ્હી ચૂંટણી 2020ની ખાસ વાતો દિલ્હી વિધાનસભા ચૂંટણીનું નોટિફિકેશન 14 જાન્યુઆરીએ બહાર પડશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ વખતે કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ માટે 13,750 પોલિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીમાં 2869 જગ્યા પર વોટિંગ થશે. આ વખતે 80 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી વોટ આપી શકશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. 2015માં AAPને મળી 67 સીટ ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા. લોકસભામાં ભાજપે મારી બાજી 2019ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપે તમામ સાત સીટો પર વિજય મેળવ્યો હતો. 2019 લોકસભા ચૂંટણીમાં મળેલા વોટ શેરના આધારે ભાજપને 65 અને કોંગ્રેસને 5 સીટ મળી શકે છે. આમ આદમી પાર્ટીના સૂપડા સાફ થતાં નજરે પડે છે. લોકસભા ચૂંટણીમાં ભાજપને 56 ટકા, કોંગ્રેસને 22.5 ટકા અને આમ આદમી પાર્ટીને 18.1 ટકા વોટ મળ્યા હતા. INDvAUS: પંતના બદલે રાહુલ કેમ કરી રહ્યો છે વિકેટકિપિંગ ? કારણ જાણીને ચોંકી જશો ઉત્તરાયણ પર દોરીથી ગળુ કપાવાના કેટલા કેસ નોંધાયા, 108ને કેટલા કોલ મળ્યા, જાણો વિગતAam Aadmi Party (AAP) releases the list of candidates for #DelhiElections2020. Chief Minister Arvind Kejriwal to contest from New Delhi, Deputy CM Manish Sisodia to contest from Patparganj. pic.twitter.com/Blkm5JX2tD
— ANI (@ANI) January 14, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement