શોધખોળ કરો
Advertisement
નિર્ભયા કેસ: રાષ્ટ્રપતિએ દોષી પવન ગુપ્તાની દયાની અરજી ફગાવી
નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના દોષી પવન ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.
નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના દોષી પવન ગુપ્તાની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે. પવન ગુપ્તાની ક્યૂરેટિવ પિટિશન પહેલા જ સુપ્રીમ કોર્ટે ફગાવી છે. હવે નિર્ભયાના દોષીતોને મંગળવારે સવારે 6 વાગ્યે ફાંસી થઈ શકે છે. રાષ્ટ્રપતિએ પવનની અરજી ફગાવતા ચારેય દોષિતોને કાલે ફાંસી આપવાનો રસ્તો સરળ થઈ ગયો છે.
નિર્ભયાના દોષિત પવનની ક્યુરેટિવ પિટીશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ દરમિયાન દોષિત પવને રાષ્ટ્રપતિને દયાની અરજી કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી દોષી અક્ષય અને પવન તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં ફાંસી પર સ્ટે લગાવવાની અરજી કરી હતી તે પણ ફગાવી દેવામાં આવી છે.
આ પહેલાં શનિવારે દોષી અક્ષય સિંહે પટિયાલા હાઉસ કોર્ટમાં અપીલ કરીને 3 માર્ચે થનારી ફાંસી પર સ્ટે આપવાની માંગણી કરી હતી. તે વિશે કોર્ટે તિહાર જેલ પ્રશાસનને નોટિસ આપીને 2 માર્ચ સુધી જવાબ આપવા કહ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement