શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસનો ભય ભારતમાં, દિલ્હીની હૉસ્પીટલમાં બંધ કરાઇ બાયૉમેટ્રિક એટેન્ડન્સ
નવા રિપોર્ટ પ્રમાણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રવિવારે મૃત્યુઆંક વધીને 1665 સુધી પહોંચી ગયો છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યુ કે માત્ર શનિવારે આ ખતરનાક વાયરસથી 149 લોકોના મોત થયા હતા
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર ચીન પુરતો રહ્યો નથી, તેનો ભય હવે દુનિયાભરમાં ફેલાવવા લાગ્યો છે. ચીનમાં અત્યાર સુધી વાયરસના કારણે 1800 લોકોના મોત થઇ ચૂક્યા છે. જોકે, આ બધાની વચ્ચે હવે પાડોશી દેશ ભારતમાં પણ કહેર અને ભયનો માહોલ સર્જાયો છે. ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણના ત્રણ કેસો સામે આવી ચૂક્યા છે.
કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લેતા હવે ભારતે ખાસ એક્શન લેવાનુ શરૂ કર્યુ છે. રાજધાની દિલ્હીની મહર્ષિ વાલ્મિકી હૉસ્પીટલમાં કર્મચારીઓ માટે બાયૉમેટ્રિક એટેન્ડન્સ બંધ કરી દેવામાં આવી છે. બધા અધિકારીઓ અને કર્મચારીઓને હવે રજિસ્ટરમાં મેન્યૂઅલી હાજરી ભરવાનુ કહેવામાં આવ્યુ છે. કેમકે આ વાયરસ કોઇના પણ સંમર્કમાં આવવાથી ફેલાય છે.
કોરોના ફેલાય નહીં તે માટે હૉસ્પીટલ મેનેજમેન્ટે આ પગલુ ભર્યુ છે. બાયૉમેટ્રિક સિસ્ટમ પર એટેન્ડન્સ લગાવતી વખતે બધા કર્મચારીઓ પોતાની આંગળીઓનો ઉપયોગ કરે છે. આવામાં જો કોઇ કર્મચારી આ બિમારીથી સંક્રમિત હોય તો આ અન્ય લોકોમાં પણ ફેલાઇ શકે છે.
રવિવારે આવેલા નવા રિપોર્ટ પ્રમાણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રવિવારે મૃત્યુઆંક વધીને 1665 સુધી પહોંચી ગયો છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યુ કે માત્ર શનિવારે આ ખતરનાક વાયરસથી 149 લોકોના મોત થયા હતા.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ અનુસાર, કોરોના વાયરસના લક્ષણ મોટાભાગે ઠંડીના કારણે થનારી બિમારી જેવા હોય છે. તાવ, થાક, સુખી ખાંસી, અપચો અને શ્વાસની તકલીફો રહેતી હોય તો કોરોના વાયરસ જલ્દી એટેક કરી શકે છે.
બીજા એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોના વાયરસ પીડિતોની કુલ સંખ્યા વધીને 68500થી પણ વધુ થઇ ગઇ છે. સૌથી વધુ હુબેઇ પ્રાંતના લોકો ઝપેટમાં આવ્યા છે. અહીં 1595 લોકોએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે, એટલુ જ નહીં લગભગ 1850 જેટલા નવા કેસ પણ નોંધાયા છે.
ચીની આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, કોરોના વાયરસ સેવેરે એક્ટ્યૂ રેસ્પિરેટરી સિંડ્રોમ(સાર્સ)નું બીજુ સ્વરૂપ છે. જેના કારણે 2002-2003માં હોંગકોંગ અને ચીનમાં આ બીમારીથી 650 લોકોના મોત થયા હતા. તે સિવાય 120 લોકોનું દુનિયાભરમાં મોત થયું હતું. તાજેતરમાં જ ભારત સરકારે પણ ચીનથી આવતા લોકો માટે પોતાની ઈ વીઝા સુવિધા પર અસ્થાયી રોક લગાવી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion