Weather Update: દિલ્હીમાં યમુના નદી ફરી ભયજનક સપાટીએ, રાજસ્થાન-UPમાં ભારે વરસાદની આગાહી
દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે
Weather Update Today: દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે (24 જુલાઈ) હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દિલ્હીમાં આ સમયે સ્થિતિ ખૂબ જ ડરામણી બની ગઈ છે.
આ સિવાય 25 જૂલાઈથી ઉત્તર પશ્ચિમ ભારતના ભાગમાં ભારે વરસાદની સંભાવના છે. IMD એ રવિવારે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે 24 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
#WATCH | Delhi: The water level of Yamuna River was recorded at 206.56 m (7:00 am) at the Old Yamuna Bridge (Loha Pul)
(Drone Visuals) pic.twitter.com/9FtKvQ8v16— ANI (@ANI) July 24, 2023
દિલ્હીમાં યમુનાના જળસ્તરમાં ફરી એકવાર વધારો થયો
દિલ્હીમાં યમુનાનું પૂર ફરી ડરાવવા લાગ્યું છે. રાજધાની દિલ્હીમાં ફરી એકવાર પૂરનો ખતરો છે. હરિયાણાના હથીની બેરેજ કુંડમાંથી પાણી છોડવામાં આવતા યમુનાના જળસ્તરમાં ફરી વધારો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 2 લાખ ક્યુસેકથી વધુની ક્ષમતાવાળા હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં યમુના ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. રવિવારે મોડી રાત્રે યમુનાનું જળસ્તર ખતરાના નિશાનથી 206.44 મીટર ઉપર પહોંચી ગયું હતું. જે બાદ પ્રશાસનની સુરક્ષા માટે 60 ટીમોને એલર્ટ કરવામાં આવી છે.
#WATCH | Delhi: Yamuna continues to overflow, water level crossed the danger mark yesterday
— ANI (@ANI) July 24, 2023
Visuals from Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/5DCA3j7qmW
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં છેલ્લા બે દિવસની સરખામણીમાં રવિવારે ઓછો વરસાદ થયો હતો, પરંતુ તેમ છતાં બંને રાજ્યોમાં ભૂસ્ખલનની સ્થિતિ યથાવત રહી હતી. હિમાચલ પ્રદેશમાં વરસાદ બાદ લગભગ 700 રસ્તાઓ બ્લોક થઈ ગયા છે.
#WATCH | Tehri Garhwal, Uttarakhand: On receiving information about stranded tourists due to the damage to a temporary bridge near Sitapur after heavy rains, Uttarakhand Police the SDRF immediately reached the river area and rescued more than 100 tourists safely with the help of… pic.twitter.com/5NoyINKQ6U
— ANI UP/Uttarakhand (@ANINewsUP) July 23, 2023
યુપીમાં આવું રહેશે હવામાન
IMD અનુસાર, ઉત્તર પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં કેટલાક સ્થળોએ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. રાજ્યમાં 25 જુલાઈથી ચોમાસું ફરી એકવાર જોર પકડશે અને 25-26 જુલાઈના રોજ રાજ્યમાં ઘણી જગ્યાએ વરસાદની શક્યતા છે. ઉત્તર પ્રદેશના 13 જિલ્લાના સેંકડો ગામો પૂરથી પ્રભાવિત છે અને ગંગા યમુના અને શારદા સહિતની ઘણી નદીઓ છલકાઈ રહી છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. 13મી જુલાઈથી અત્યાર સુધીમાં નાગપુર ડિવિઝનમાં પૂર અને વીજળી પડવાની ઘટનાઓમાં 11 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કહ્યું કે રાજ્ય સરકાર ભારે વરસાદને કારણે ઊભી થયેલી સમસ્યાઓનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે
ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દેવભૂમિ દ્વારકા, રાજકોટ, ભાવનગર અને વલસાડ જિલ્લામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. અધિકારીઓએ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં લગભગ 3,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે ગુજરાત માટે 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું હતું અને કહ્યું હતું કે 24 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે