શોધખોળ કરો
Advertisement
Delhi Election 2020:ભાજપ સાંસદ પરવેશ વર્મા પર ફરી લાગ્યો પ્રતિબંધ, નહી કરી શકે ચૂંટણી રેલી
પરવેશ વર્મા પર 24 કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચે પરવેશ વર્મા પર ચૂંટણી રેલી કરવા પર બુધવારે સાંજે છ વાગ્યાથી ગુરુવારે સાંજે છ વાગ્યા સુધી પ્રતિબંધ લગાવ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક તરફ રાજકીય પાર્ટીઓ જ્યાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ પરવેશ વર્મા પર ચૂંટણી પંચે ફરી એકવાર પ્રતિબંધ લગાવ્યો છે. પરવેશ વર્મા પર 24 કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચે પરવેશ વર્મા પર ચૂંટણી રેલી કરવા પર બુધવારે સાંજે છ વાગ્યાથી ગુરુવારે સાંજે છ વાગ્યા સુધી પ્રતિબંધ લગાવ્યો છે.
વાસ્તવમાં એક ટીવી ચેનલ પર પરવેશ વર્માએ એક વિવાદીત નિવેદન આપ્યું હતું. ત્યારબાદ ચૂંટણી પંચે આ કાર્યવાહી કરી છે. આ બીજી વખત છે જ્યારે પરવેશ વર્મા પર વિવાદીત નિવેદનોને કારણે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પ્રતિબંધ બાદ પરવેશ વર્માએ કહ્યું કે, કેટલાક કલાકો માટે અવાજ દબાવી દઇશું પરંતુ એ લાખો કાર્યકર્તાઓનો અવાજ કેવી રીતે દબાવશો જે ક્ષણે-ક્ષણ પ્રજા સુધી તમારી સચ્ચાઇ પહોંચાડી રહ્યા છે. ભાજપ સાંસદે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને આતંકવાદી ગણાવ્યા હતા. આમ આદમી પાર્ટીના પરવેશ વર્માએ આ નિવેદન પર મોટી કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement