શોધખોળ કરો
Advertisement
દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષની પોલીસે ઘરેથી કેમ કરી અટકાયત ? જાણો વિગતે
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, અનિલ ચૌધરીએ શનિવારે દિલ્હીથી મજૂરોને તેમની ગાડીમાં ભરીને પ્રવાસી મજૂરોને દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર લાવ્યા હતા.
નવી દિલ્હીઃ દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અનિલ ચૌધરીની દિલ્હી પોલીસે ઘરેથી અટકાયત કરી છે. તેમણે ખુદ આ વાતની જાણકારી આપી છે. તેમના ટ્વિટર હેન્ડલ પરથી આ અંગેનો એક વીડિયો પણ તેમણે શેર કર્યો છે.
દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, અનિલ ચૌધરીએ શનિવારે દિલ્હીથી મજૂરોને તેમની ગાડીમાં ભરીને પ્રવાસી મજૂરોને દિલ્હી-ઉત્તરપ્રદેશ બોર્ડર પર લાવ્યા હતા. જેમાં સોશિયલ ડિસ્ટેંસિંગનું પણ પાલન કરવામાં આવ્યું નહોતું. મજૂરો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન જેવા બીજા વિકલ્પ શરૂ કરવામાં આવ્યા છે. તેથી પોલીસે તેની અટકાયત કરી છે અને કેસ દાખલ કરવાનું વિચારી રહી છે.
અનિલ ચૌધરીએ કહ્યું, મારા વારંવાર આગ્રહ કરવા છતાં કેમ અટકાયત કરવામાં આવી તે જણાવવામાં નથી આવ્યું. શું ભૂખ્યા-તરસ્યા શ્રમિકોની મદદ કરવી ગુનો છે? હું સરકારને પૂછવા માંગુ છું કે તમે આ સમયમાં મદદકર્તા લોકોની અટકાયત કેમ કરી રહ્યા છો?
દેશમાં કોરોના સંકટને કારણે 24 માર્ચથી લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના કારણે અનેક પ્રવાસી મજૂરો પગપાળા પોતાના વતન જઈ રહ્યા છે. આ દરમિયાન વિવિધ દુર્ઘટનામાં પ્રવાસી મજૂરોના મોત થયા હોવાના અહેવાલ પણ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ગુજરાત
ઓટો
દેશ
Advertisement