શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીએ સફદરજંગ હોસ્પિટલના સાતમાં માળેથી કુદીને આત્મહત્યા કરી
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આ વ્યક્તિ છેલ્લા એક વર્ષતી ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રેહતો હતો અને બુધવારે દિલ્હી એરપોર્ટ આવ્યો હતો.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના એક શંકાસ્પદ દર્દીએ બુધવારે સફદરજંગ હોસ્પિટલના સાતમાં માળેથી કુદીને કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે કહ્યું કે, એરપોર્ટ અધિકારીઓએ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો જે તરત જ બાદ તેણે આ પગલું ભર્યું. પોલીસે વ્યક્તની ઉંમર 35 વર્ષ બતાવી છે જ્યારે સ્વાસ્થ્ય મંત્રીલયે તેની ઉંમર 23 વર્ષ ગણાવી છે.
હોસ્પિટલના સૂત્રોએ કહ્યું કે, એરપોર્ટના અધિકારીઓએ વ્યક્તિને હોસ્પિટલમાં ભરતી કરાવ્યો હતે અને તેને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. તપાસ માટે તેના સેમ્પલ પહેલા જ લઈ લેવામાં આવ્યા હતા. સૂત્રો અનુસાર વ્યક્તિએ જબરદસ્તીથી આઈસોલેશન વોર્ડનો દરવાજો ખોલ્યો અને ઇમારત પરથી કુદી ગયો.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, આ વ્યક્તિ છેલ્લા એક વર્ષતી ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રેહતો હતો અને બુધવારે દિલ્હી એરપોર્ટ આવ્યો હતો. એરપોર્ટ પહોંચવા પર તેણે માથાના દુઃખાવાની ફરિયાદ કરી હતી.
મંત્રાલયે જણાવ્યું કે તેને સફદરજંગ હોસ્પિટલ તેને રાત્રે 9 કલાકે લઈ આવવામાં આવ્યો હતો. તેને તપાસ માટે હોસ્પિટલના સાતમાં માળે લઈ જવામાં આવ્યો. જ્યારે ડોક્ટરો ત્યાં પહોંચ્યા તો તે ત્યાં ન મળ્યો. મંત્રાલયે નિવેદનમાં કહ્યં કે, ઇમારતમાંથી બહીર નીકળી રહેલ અન્ય એક ડોક્ટરે રાત્રે સવા નવ કલાકે જમીન પર એક વ્યક્તિનું શબ જોયું.
ઉલ્લેખનીય છે કે, દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસથી ત્રણ દર્દીઓના મોત નીપજ્યા છે. આ મોત દિલ્હી, કર્ણાટક અને મુંબઈમાં થયા છે. દરેક પીડિત ઉંમરલાયક હતા. અત્યાર સુધી દેશમાં 160થી વધારે લોકો કોરોના વાયરસથી પીડિત છે. વિશ્વના આંકડાઓ ઉપર નજર નાંખીએ તો 8,000થી વધારે લોકો કોરોના વાયરસના કારણે મોતને ભેટ્યા છે. બે લાખથી વધારે લોકો આ વાયરસથી સંક્રમિત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement