(Source: ECI/ABP News/ABP Majha)
દેશના આ રાજ્યમાં કોરોનાને કહેર વધતાં દિવાળી પછી ખૂલેલી સ્કૂલ-કોલેજો ફરી કરવી પડી બંધ, ક્યારથી વિન્ટર વેકેશન કરાયું જાહેર ?
આ ઉપરાંત સિનેમા હોલ, સ્પા, જીમ, મલ્ટીપ્લેક્સ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે.
નવી દિલ્લી સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર ઓમિક્રોનના પગલે કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે દિલ્હીમાં યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની હેઠળ અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. દિલ્લીમાં 10pm-5am સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દેવાયો છે. દિલ્હી મેટ્રો, રેસ્ટોરન્ટ્સ, બાર 50% ક્ષમતા પર ચલાવવા માટે આદેશ અપાયો છે. આ ઉપરાંત સિનેમા હોલ, સ્પા, જીમ, મલ્ટીપ્લેક્સ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે.
ઓમિક્રોનના વધતા ખતરાને જોતા દિલ્હીમાં ફરીથી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી સરકારે GRAP (ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન) લાગુ કર્યો છે. મતલબ કે દિલ્હીમાં GRAP યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનના અમલીકરણ સાથે, દિલ્હીમાં ઘણા નિયંત્રણો લાદવામાં આવ્યા છે.
GRAP લાગુ થતાની સાથે જ દિલ્હીમાં તમામ શાળાઓ, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે દિલ્હીમાં વરિષ્ઠ વર્ગો માટેની શાળાઓ 18 ડિસેમ્બરથી ખુલી હતી. પહેલા કોરોનાને કારણે અને પછી વાયુ પ્રદૂષણને કારણે શાળાઓ બંધ કરવામાં આવી હતી. શાળાઓ બંધ કરવાની સાથે જિમ, સ્વિમિંગ પુલ, થિયેટર વગેરે પર પણ નિયંત્રણો લાદવામાં આવશે.
તે જ સમયે, દિલ્હીમાં નર્સરીથી 5મા ધોરણ સુધીની શાળાના શિયાળાના વેકેશન માટે પણ નોટિસ જારી કરવામાં આવી હતી. શિક્ષણ નિયામક દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી શાળાઓ શિયાળાના વેકેશન માટે બંધ રહેશે.
જો કોરોનાને કારણે સ્થિતિ વધુ વણસી તો દિલ્હી સરકારે તે મુજબ પ્લાન તૈયાર કર્યો છે. જો ચેપ દર 1 ટકાથી વધુ હોય તો લેવલ-2 એટલે કે એમ્બર એલર્ટ, લેવલ-3 એટલે કે 2 ટકાથી વધુ હોય તો ઓરેન્જ એલર્ટ અને લેવલ-4 એટલે કે 5 ટકાથી વધુ હોય તો રેડ એલર્ટ જારી કરવામાં આવશે.