શોધખોળ કરો

Delhi Services Bill: દિલ્હી સર્વિસ બિલ રાજ્યસભામાં પાસ થતા કેજરીવાલે આપી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું હવે જનતા એક પણ... 

સોમવારે (7 ઓગસ્ટ) રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે.

Arvind Kejriwal On Delhi Services Bill: સોમવારે (7 ઓગસ્ટ) રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પાસ થયા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે તો ત્યાં સુધી કહ્યું કે આ વખતે દિલ્હીની જનતા ભાજપને લોકસભામાં એક પણ સીટ નહીં આપે.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, "આજનો દિવસ ભારતીય લોકશાહી માટે કાળો દિવસ હતો. મોદી સરકારે દિલ્હીની જનતાને ગુલામ બનાવવા માટે રાજ્યસભામાં બિલ પાસ કર્યું. આ કાયદો 1935માં અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલા ભારત સરકારના કાયદા જેવો જ છે. દિલ્હીના લોકો તેમની પસંદગીની સરકાર પસંદ કરશે, પરંતુ તે સરકારને કામ કરવાની સત્તા નહીં હોય.  એક રીતે વડા પ્રધાન કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ જે મરજી  આદેશ પાસ કરે,  જો મને તે ન પસંદ આવે તો કાયદો બનાવીને તેને પલટાવી દઈશ.''

દિલ્હીની સત્તા હડપ કરવાનો પ્રયાસ 

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું, "જ્યારે આ લોકોને લાગ્યું કે આમ આદમી પાર્ટીને હરાવવાનું મુશ્કેલ છે, ત્યારે તેઓએ પાછલા બારણે વટહુકમ લાવીને દિલ્હીની સત્તા હડપ કરવાનો પ્રયાસ કર્યો." દિલ્હીના લોકોએ 2015 અને 2020માં અમારી સરકાર બનાવી કારણ કે હું દિલ્હીનો દિકરો  છું અને મોદીજી દિલ્હીના નેતા બનવા માંગે છે. દિલ્હીવાસીઓ તેમના દિકરાને પસંદ કરે છે, મોદીજી જેવા નેતા નથી જોઈતા.   

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજનો દિવસ એક રીતે ભારતના ઇતિહાસમાં ભારતીય લોકશાહી માટે કાળો દિવસ સાબિત થયો છે. આજે દિલ્હીની જનતાને ગુલામ બનાવવાનું બિલ સંસદની અંદર પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ દિલ્હીની જનતાને લાચાર અને ગુલામ બનાવે છે. ભારતની આઝાદી પહેલા 1935માં અંગ્રેજોએ એક કાયદો બનાવ્યો હતો. તે કાયદાનું નામ હતું ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા. આ કાયદામાં અંગ્રેજોએ લખ્યું હતું કે ભારતમાં ચૂંટણી થશે, પણ જે સરકાર ચૂંટાશે તેને કોઈ કામ કરવાની સત્તા નહીં હોય. 

તેમણે કહ્યું, “જ્યારે આપણો દેશ આઝાદ થયો, ત્યારે આપણે બંધારણ બનાવ્યું અને આપણે બંધારણમાં લખ્યું કે ચૂંટણીઓ થશે, લોકો તેમની સરકારને પસંદ કરશે અને તેઓ જે સરકાર પસંદ કરશે તેની પાસે લોકો માટે કામ કરવાની તમામ સત્તા હશે. આજે આઝાદીના 75 વર્ષ બાદ વડાપ્રધાન મોદીએ દિલ્હીની જનતાની આઝાદી છીનવી લીધી. અરવિંદ કેજરીવાલે કહ્યું કે વડા પ્રધાને 1935નો બ્રિટિશ કાયદો બનાવ્યો છે કે દિલ્હીમાં ચૂંટણી થશે, દિલ્હીના લોકો તેમની સરકાર પસંદ કરશે, પરંતુ તે સરકાર પાસે કામ કરવાની કોઈ સત્તા નહીં હોય. આ કાયદો આજે આપણા દેશની સંસદે પસાર કર્યો છે. દિલ્હીના લોકોની વોટની કોઈ કિંમત હવે નથી. સરકાર બનાવો, પરંતુ સરકાર પાસે સત્તા નથી.

રાજ્યસભામાં કેન્દ્ર તરફથી લાવવામાં આવેલું દિલ્હી સર્વિસ બિલ પાસ થઈ ગયું છે. બિલના પક્ષમાં 131 અને વિરુદ્ધમાં 102 વોટ પડ્યા હતા.  કેન્દ્ર સરકાર 19 મેના રોજ દિલ્હી સરકારમાં કાર્યરત અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગથી સંબંધિત એક વટહુકમ લાવી હતી. સુપ્રીમ કોર્ટે આ વટહુકમના તે નિર્ણયને પલટી નાખ્યો, જેમાં અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગનો અધિકારી દિલ્હી સરકારને અપાયો હતો. આ વિધેયકને લોકસભામાં મંજુરી મળી ગઈ છે અને  તેને રાજ્યસભામાં રજુ કરાયું હતું. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget