શોધખોળ કરો

દિલ્હી હિંસા: રાષ્ટ્રપતિ કોવિંદને 7 વિપક્ષી દળોએ લખ્યો પત્ર, ભડકાઉ ભાષણ આપનાર સામે કાર્યવાહીની કરી માંગ

આ વિપક્ષી દળોના નેતાએ રાષ્ટ્રપતિને દિલ્હી હિંસા મામલે હસ્તક્ષેપ કરી એલજીને નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો છે.

નવી દિલ્હી: દિલ્હીમાં થયેલી હિંસામાં 40 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે હાલ સ્થિતિ સામાન્ય છે. આ ઘટનાને લઈ 7 વિપક્ષી દળોના નેતાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ભડકાઉ ભાષણ આપનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ વિપક્ષી દળોના નેતાએ રાષ્ટ્રપતિને દિલ્હી હિંસા મામલે હસ્તક્ષેપ કરી એલજીને નિર્દેશ આપવાનો આગ્રહ કર્યો છે. આ પહેલા આ નેતાઓએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાતનો સમય માંગ્યો હતો. જ્યારે 2 માર્ચ સુધી રાષ્ટ્રપતિના વ્યસ્ત કાર્યક્રમના કારણે તેઓને મળવાની મંજૂરી મળી નથી. સીપીએમના નેતા સીતારામ યેચુરી, સીપાઆઈના ડી રાજા, ડીએમકેના ટીઆર બાલુ, પ્રફુલ્લ પટેલ, AAP નેતા સંજય સિંહ, રાજદના મનોજ કુમાર ઝા અને શરદ યાદવે પત્રના માધ્યથી જણાવ્યું કે દિલ્હી હિંસામાં અનેક લોકો હિંસાના શિકાર બન્યા છે. તેઓનું કહેવું છે કે, એલજીને પીડિતોના રાહત માટે શિબિરની વ્યવસ્થા કરવાના આદેશ આપવામાં આવે. સાથે પ્રભાવિત લોકોને જરૂરી ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે હિંસા પ્રભાવિત લોકોને સહાય આપવાની માંગ કરી છે. આ ઉપરાંત આ રાજકીય પક્ષોએ રાષ્ટ્રપતિને આગ્રહ કર્યો છે કે, તેઓ અધિકારીઓને હિંસા પ્રભાવિત વિસ્તારમાં શાંતિ કાર્યક્રમોનું આયોજન કરવાની મંજૂરી આપવાના નિર્દેશ આપે. ઉચ્ચ ન્યાયાલની દેખરેખમાં ન્યાયિક તપાસના આદેશ આપે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિને પત્ર લખીને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરી હતી. પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે, દિલ્હીમાં થયું છે તે એક રાષ્ટ્રીય શરમ છે. આ સીધી રીતે કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહન સિંહે કહ્યું, અમે રાષ્ટ્રપતિજીને કહ્યું છે કે તે પોતાની શક્તિનો ઉપયોગ કરે, કેન્દ્ર સરકાર સાથે વાત કરે અને રાજધર્મની રક્ષા કરવાનું કહે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
કલમ 498A માત્ર લગ્ન પૂરતી સીમિત નથી, લિવ-ઇન પાર્ટનર્સને પણ મળશે પત્ની સમાન અધિકાર: સુપ્રીમ કોર્ટ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
8મું પગાર પંચ: 3%, 5% અને 6% વધારા સાથે 5 વર્ષમાં કેટલો વધશે બેઝિક પગાર? જાણો Level 1 થી 3 ની ગણતરી
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખાડે ગઈ એસ.ટી. ?
Hun To Bolish : હું તો બોલીશ : ઘી, દૂધ અને દારૂ ડુપ્લીકેટ
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gandhinagar news: રાજ્યના શિક્ષણ વિભાગનો શિક્ષકોના હિતમાં મહત્વનો નિર્ણય
Gujarat Rain Forecast: ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
પેટાચૂંટણીમાં ભાજપ 2-1 થી હાર્યું: બાંકીપુરમાં PK અને દતિયામાં કોંગ્રેસનો જંગી વિજય
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
‘ઈરાન વાતચીત માટે ભીખ માંગે છે, પણ...: ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન ભડક્યા, કહ્યું - પરમાણુ હથિયાર ક્યારેય
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
Embed widget