શોધખોળ કરો
Advertisement
નોટબંધીઃ ભાઇનો મૃતદેહ લેવા પહોંચેલા કેન્દ્રિય મંત્રી પાસેથી હોસ્પિટલે ના લીધી જૂની નોટ
નવી દિલ્લીઃ નોટબંધીને કારણે સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારના આ નિર્ણયનો ભોગ ખુદ કેન્દ્રિય મંત્રી સદાનંદ ગૌડા પણ બન્યા હતા. એક તરફ સરકારે જાહેર કર્યુ છે કે હોસ્પિટલોમાં જૂની 500 અને 1000 નોટ ચાલશે તેમ છતાં અનેક હોસ્પિટલો તે આદેશનું પાલન કરી રહી નથી જેનો કડવો અનુભવ સદાનંદ ગૌડાને પણ થયો હતો. સદાનંદ ગૌડા મંગલૌરની હોસ્પિટલમાં પોતાના મૃત ભાઇના મૃતદેહને લાવા પહોંચ્યા તો હોસ્પિટલે ગૌડા પાસેથી જૂની 500 અને 1000ની નોટ લેવાનો ઇનકાર કરી દીધો હતો.
વાસ્તવમાં સદાનંદ ગૌડાના ભાઇ ભાસ્કર ગૌડાનું મંગળવારના રોજ મંગલૌરની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં નિધન થયુ હતું. કહેવામાં આવી રહ્યું છે કે ગૌડાના ભાઇ 10 દિવસ અગાઉ જોન્ડિસને કારણે દાખલ થયા હતા. પરંતુ તેમને બચાવી શકાયા નહોતા.
ભાઇનો મૃતદેહ લેવા પહોંચેલા સદાનંદ ગૌડાએ બિલ ચૂકવવા માટે જૂની 500 અને 1000 રૂપિયાની નોટ આપી તો હોસ્પિટલે તે લેવાનો ઇનકાર કરી દીધો. ત્યારબાદ ગુસ્સે ભરેલા ગૌડાએ હોસ્પિટલ પાસેથી લેખિતમાં જાણકારી માંગી હતી કે હોસ્પિટલ કેમ જૂની નોટ લેવાનો ઇનકાર કરી રહી છે.
નોંધનીય છે કે સરકારે 24 તારીખ સુધી ફક્ત સરકારી હોસ્પિટલોને જૂની નોટ લેવાનો આદેશ આપ્યો હતો. જોકે, બાદમાં ગૌડાએ ચેક મારફતે હોસ્પિટલનું બિલ ચૂકવ્યુ હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement