શોધખોળ કરો

Dengue Fever: ડેન્ગ્યુ કેમ ઝડપથી ફેલાઈ રહ્યો છે ? તેનો ટાઈપ-2 સ્ટ્રેન ખૂબ જ જોખમી છે, આ રીતે કરો બચાવ 

ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે.

ભારતમાં ડેન્ગ્યુના કેસોમાં અચાનક વધારો થયો છે. સમગ્ર ઉત્તર ભારત અને દિલ્હી-એનસીઆર સહિત દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ભારે ચોમાસાના પૂર બાદ પાણી ભરાઈ ગયા હતા. ઉત્તર ભારતના અન્ય વિસ્તારોમાં પણ પૂરના કારણે મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. દિલ્હીમાં પૂર બાદ ડેન્ગ્યુના કેસ ઝડપથી વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સરકારે ડેન્ગ્યુ જીનોમ ઓળખ માટે 20 ડેન્ગ્યુ સેમ્પલ મોકલ્યા હતા. તેમાંથી સૌથી ખતરનાક DENV-2 સ્ટ્રેન 19 કેસમાં જોવા મળ્યું હતું. ડેન્ગ્યુના આ સ્ટ્રેનને લઈ આરોગ્ય અધિકારીઓ અને લોકોની ચિંતા વધી છે. દિલ્હીના આરોગ્ય વિભાગને જાણવા મળ્યું છે કે 20 માંથી 19 સેમ્પલ ટાઇપ 2 ડેન્ગ્યુના હતા, જે સૌથી ખતરનાક માનવામાં આવે છે.

ડેન્ગ્યુ ટાઇપ-2 સ્ટ્રેન શું છે ?

ડેન્ગ્યુ ટાઈપ-2 એક ખતરનાક સ્ટ્રેન છે. આ ડેન્ગ્યુનો સૌથી ખતરનાક સ્ટ્રેન છે. ડેન્ગ્યુ વાયરસમાં DENV-1, DENV-2, DENV-3 અને DENV-4 સ્ટ્રેન છે, જેમાં DENV-2 સ્ટ્રેન સૌથી ખતરનાક છે. દિલ્હીમાં ડેન્ગ્યુના 90 ટકાથી વધુ કેસ DENV-2 સ્ટ્રેનના છે. જેના કારણે દર્દીનો જીવ પણ જઈ શકે છે. આ જ કારણ છે કે દિલ્હી સરકારે તમામ સરકારી એજન્સીઓ સહિત સામાન્ય લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે.

DENV-2 ચેપના લક્ષણો ડેન્ગ્યુના અન્ય સીરોટાઇપ જેવા જ છે, પરંતુ તે વધુ ગંભીર હોઈ શકે છે. સામાન્ય રીતે ચેપગ્રસ્ત મચ્છર કરડ્યાના 3-7 દિવસ પછી લક્ષણો શરૂ થાય છે.

ડેન્ગ્યુના લક્ષણો

જોરદાર તાવ
ગંભીર માથાનો દુખાવો
સ્નાયુ, હાડકા અને સાંધાનો દુખાવો
ઉબકા આવવા
ઉલટી થવી
ત્વચા પર ખંજવાળ અથવા ફોલ્લીઓ
ગંભીર નબળાઇ આવવી
આંખોની પાછળના ભાગમાં દુખાવો

ડેન્ગ્યુથી બચવાના ઉપાયો

ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો. જો કૂલરમાં, વાસણમાં કે અન્ય કોઈ વસ્તુમાં લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને ખાલી કરી દો.
પાણીની ટાંકી ઢાંકીને રાખો.
બારીઓ અને દરવાજા પર જાળી લગાવો જેથી મચ્છર બહારથી પ્રવેશી ન શકે.
મચ્છરોથી બચવા માટે ઘરની આસપાસ મચ્છર મારવની દવાનો છંટકાવ કરો.
મચ્છરોથી બચવા માટે મચ્છરદાની સાથે સૂવાનું રાખો.
મચ્છરોથી બચવા માટે આખુ શરીર ઢંકાય તે પ્રકારના કપડાં પહેરો.
તાવ, દુખાવો, ઉલ્ટી જેવા લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લો.
ડૉક્ટરની સલાહ ખૂબ જ મહત્વપૂર્ણ છે

ઘણી વખત લોકો ડેન્ગ્યુના હળવા લક્ષણોને વાયરલ ઈન્ફેક્શન અથવા ફ્લૂ સમજી લે છે. સાવચેતીમાં સલામતી છે, જો તમને કોઈપણ પ્રકારના લક્ષણો દેખાય તો ડૉક્ટરની સલાહ લો. તેની યોગ્ય સારવાર કરવી જોઈએ કારણ કે ગંભીર લક્ષણો ડેન્ગ્યુ શોક સિન્ડ્રોમ (Dengue Shock Syndrome)  થઈ શકે છે.  જે કારણે  ડેન્ગ્યુ હેમરેજિક તાવ  થઈ શકે છે અને  રક્ત વાહિનીઓને નુકસાન, લીવરને નુકસાન ભારે રક્તસ્રાવ અને મૃત્યુ જેવી પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
મહારાષ્ટ્રમાં 'એનાલોગ' પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, હોટલ-રેસ્ટોરન્ટને ચેતવણી, વાપરશો તો ભારે દંડ
મહારાષ્ટ્રમાં 'એનાલોગ' પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, હોટલ-રેસ્ટોરન્ટને ચેતવણી, વાપરશો તો ભારે દંડ
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત
તમિલનાડુમાં મહિલાઓને મળશે સોનાનો સિક્કો અને સિલ્ક સાડી યોજના, વિજય સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના ગાન અંગે ભારત સરકારની નવી માર્ગદર્શિકા જાહેર: જાણો નિયમો
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Embed widget