શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત પેટ્રોલથી મોંઘું થયું ડીઝલ, દિલ્હીમાં બનાવ્યો આ રેકોર્ડ, જાણો કેટલી થઈ કિંમત
બુધવારે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હાલમાં દિલ્હીમાં તેની કિંમત 79.76 રૂીપિયા થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ડીઝલની કિંમત પેટ્રોલની કિંમત કરતાં વધી ગઈ છે. દેશમાં સતત 18માં દિવસે ડીઝલની કિંમતમાં વધારો થયો છે. જોકે પેટ્રોલની કિંમતમાં આજે કોઈ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ ડીઝલની કિંમતમાં 48 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. તેની સાથે જ દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલની સામે 12 પૈસા વધારે થઈ ગઈ છે.
માત્ર દિલ્હીમાં ડીઝલ થયું મોંઘું
બુધવારે પેટ્રોલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હાલમાં દિલ્હીમાં તેની કિંમત 79.76 રૂીપિયા થઈ ગઈ છે. જોકે ડીઝલની કિેંતમાં વધારો કર્યા બાદ આજે નવો ભાવ 79.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. આ ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે પેટ્રોલની કિંમત ડીઝલની સામે ઓછી રહી છે.
જાણો તમારા શહેરમાં શું છે કિંમત (ઇન્ડિયન ઓઈલ)
જોકે આ સ્થિતિ માત્ર દિલ્હીમાં છે. દેશના અન્ય ભાગમાં હજુ પણ પેટ્રોલની સામે ડીઝલની કિંમત સસ્તી છે. દિલ્હીમાં કિંમત વધારે હોવાનું એક કારણ વેટ પણ છે. દિલ્હીમાં સરકારે લોકડાઉન દરમિયાન ડીઝલ પર વેટમાં વધારો કર્યો હતો.
જ્યારે વૈશ્વિક માર્કેટમાં ક્રૂડની કિંમતમાં સતત ઘટાડો રહેવા છતાં સતત 18માં દિવસે કિંમતમાં વધારો થતા કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે. હાલમાં જ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ પીએમ મોદીને પત્ર લખીને તેના પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને સરકાર પાસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં નિયંત્રણ લાવવાની અપીલ કરી હતી.
શહેર | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 79.76 | 79.88 |
મુંબઈ | 86.54 | 78.22 |
ચેન્નઈ | 83.04 | 77.17 |
કોલકાતા | 81.45 | 75.06 |
નોયડા | 80.57 | 72.03 |
લખનઉ | 80.46 | 71.94 |
પટના | 82.79 | 76.90 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion