શોધખોળ કરો

જ્યોતિરાદિત્ય સિંધિયા પર બોલ્યા દિગ્વિજય સિંહ કહ્યું- તેમને ભાજપમાં નહી મળે સમ્માન

કૉંગ્રેસ તરફથી રાજ્યસભા ચૂંટણી લડી રહેલા દિગ્વિજય સિંહે કહ્યું, ગુજરાતમાં જે રીતે કૉંગ્રેસના ધારાસભ્યોનું ખરીદ વેચાણ થયું એવું મધ્યપ્રદેશમાં નહી થાય.

ભોપાલ: કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આજે ભોપાલમાં ઓનલાઈન પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન તેમણે કૉંગ્રેસ છોડીને ગયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને ચેતવ્યા કે તેમને ભાજપમાં સમ્માન અને જવાબદારી એવી નહી મળે જે કૉંગ્રેસમાં મળી હતી. દિગ્વિજય સિંહે કહ્યું સિંધિયા તેમના દિકરા સમાન છે. તેમના પાર્ટી છોડવાને લઈને દુખ થયું છે પરંતુ દુખ એ વાત પર વધારે થયું કે તેઓ એ પાર્ટીમાં સામેલ થયા જે પાર્ટીના લોકોએ તેમને ચૂંટણીમાં હરાવ્યા હતા. કદાચ તેમને પીએમ મોદીના મંત્રીમંડળમાં સામેલ થવાની ઉતાવળ હતી. દિગ્વિજય સિંહે કહ્યું, સિંધિયા જ્યારે કૉંગ્રેસમાં હતા ત્યારે મુરૈનાથી મંદસૌર સુધી પોતાના કાર્યકર્તાઓને પદ આપતા અને અપાવતા હતા, પરંતુ હવે એવું નહી થાય કારણ કે ભાજપમાં નેતાઓનું નહી સંઘનું ચાલે છે. તેમના આવનારા દિવસોમાં પાર્ટી અને સરકારમાં કોઈ પદ અને સમ્માન મળશે તેવું મને નથી લાગતું. કૉંગ્રેસ તરફથી રાજ્યસભા ચૂંટણી લડી રહેલા દિગ્વિજય સિંહે કહ્યું, ગુજરાતમાં જે રીતે કૉંગ્રેસના ધારાસભ્યોનું ખરીદ વેચાણ થયું એવું મધ્યપ્રદેશમાં નહી થાય, કારણ કે અમારા પ્રદેશના ધારાસભ્યો લાલચી નથી. જેટલા લાલચી હતા તે રાજ્યસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જતા રહ્યા છે. પ્રદેશમાં આવનારા દિવસોમાં 24 વિધાનસભાઓમાં પેટા ચૂંટણી થવાની છે. દિગ્વિજય સિંહે કહ્યું પાર્ટી આ ચૂંટણીને લઈને સારી તૈયારી કરી રહી છે. અમે આ ચૂંટણીમાં જઈ કહેશું કે લોકતંત્ર બચાવવા આ લાલચી લોકોને ચૂંટણીમાં હરાવો. પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સાથેના પોતાના સંબંધોને લઈને દિગ્વિજય સિંહે કહ્યું તેમની સાથે મારા સંબંધો 40 વર્ષ જૂના છે. તેમણે કહ્યું કમલનાથ તેમને મિત્ર અને ભાઈ જેવા છે. ધણા લોકએ અમારી વચ્ચે વિવાદ કરવાની કોશિશ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget