Karnataka Panchayat elections: ભાજપ શાસિક આ રાજ્યમાં ડિસેમ્બર સુધી નહીં યોજાય જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી
કર્ણાટક કેબિનેટે 31 ડિસેમ્બર 2021 સુધી કોવિડ-19ના કારણે જિલ્લા-તાલુક પંચાયત ચૂંટણી નહીં કરાવવાનો નિર્ણય લીધો છે.
બેંગ્લુરુઃ કર્ણાટકમાં ભાજપ સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને લઈ ગુરુવારે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. ગૃહમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, કોરોનાના કારણે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી 31 ડિસેમ્બર સુધી નહીં યોજાય. કર્ણાટક કેબિનેટે 31 ડિસેમ્બર 2021 સુધી કોવિડ-19ના કારણે જિલ્લા-તાલુક પંચાયત ચૂંટણી નહીં કરાવવાનો નિર્ણય લીધો છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ કર્ણાટકમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 33,665 છે. જ્યારે 28,06,933 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં 35,989 લોકોના કોરોનાથી નિધન થયા છે.
Karnataka cabinet has decided not to conduct Zilla/Taluk panchayat elections till December 2021 due to COVID19. A decision will be taken after December: Karnataka Home Minister Basavaraj Bommai
— ANI (@ANI) July 15, 2021
ભારતમાં કોરોનાનો કહેર અન્ય દેશની તુલનામાં હાલમાં ઘણો ઓછો છે. જોકે સંકટ હજુ પણ ટળ્યું નથી. દરરોજ અંદાજે 40 હજારથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય તફતી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 41806 નવા કોરોનાના કેસ આવ્યા અને 581 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 39130 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે નવા 2095 એક્ટિવ કેસ વધ્યા છે.
હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 32 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાખ 11 હજાર 989 મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 1 લાખ 44 હજાર લોકો ઠીક થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 14 જુલાઈ સુધી દેશભરમાં 39 કરોડ 13 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. વિતેલા દિવસે 34 લાખ 97 હજાર ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઈસીએમઆર) અનુસાર, અત્યાર સુધી 43 કરોડ 80 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 19.43 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.