(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના નવા-નવા વેરિએન્ટ સામે ટકવા બન્ને ડૉઝ લેનારાઓને પણ શેની જરૂર પડશે, ડૉ.ગુલેરિયાએ વેક્સિનેશન અંગે શું કહ્યું
ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું ભવિષ્યમાં કૉવિડ-19 કોરોના વાયરસના કેટલાય મ્યૂટેશન સામે આવશે. આ સ્થિતિમાં ભારતનો કૉવિડ વેક્સિનની બીજી પેઢીની સાથે બૂસ્ટર ડૉઝની જરૂર પડશે.
નવી દિલ્હીઃ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) નવી દિલ્હીના પ્રમુખ ડૉ. રણદીપ ગુલેરિયાએ વેક્સિનને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. તેમને કહ્યું કે, દેશમાં જે રીતે કોરોનાના નવા નવા વેરિએન્ટ સામે આવી રહ્યાં છે, તે સ્થિતિમાં આપણને પણ બૂસ્ટર ડૉઝ વેક્સિનની જરૂર પડશે. ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું ભવિષ્યમાં કૉવિડ-19 કોરોના વાયરસના કેટલાય મ્યૂટેશન સામે આવશે. આ સ્થિતિમાં ભારતનો કૉવિડ વેક્સિનની બીજી પેઢીની સાથે બૂસ્ટર ડૉઝની જરૂર પડશે. ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું એવુ લાગી રહ્યું છે કે આપણને વેક્સિનના બૂસ્ટર ડૉઝની જરૂર પડશે કેમકે સમયની સાથે આપણી ઇમ્યૂનિટીમાં કમી આવવાના સંકેત મળી રહ્યાં છે. આ ઉપરાંત બૂસ્ટર ડૉઝની એટલા માટે આવશ્યકતા રહેશે કેમકે આ ભવિષ્યમાં ડેવલપ થનારા નવા નવા વેરિએન્ટ સામે આપણી રક્ષા કરશે.
વેક્સિનની બન્ને ડૉઝ લાગ્યા બાદ બૂસ્ટર ડૉઝ-
એઇમ્સના પ્રમુખે કહ્યું- સેકન્ડ જેનરેશનની વેક્સિન ઇમ્યૂનિટીની રીતે બેસ્ટ સાબિત થઇ શકે છે, કેમકે નવા નવા વેરિએન્ટ પર આ પ્રભાવી રીતે કારગર છે. તેમને કહ્યું કે વેક્સિનના બૂસ્ટર ડૉઝના ટ્રાલય શરૂ થઇ ચૂક્યા છે, અને એકવાર જ્યારે પુરેપુરી વસ્તીને વેક્સિનની બન્ને ડૉઝ લાગી જશે ત્યારે આગળનુ પગલુ બૂસ્ટર ડૉઝના અભિયાનને શરૂ કરવાનુ હશે.
સપ્ટેમ્બરમાં બાળકો માટે રસીકરણ અભિયાનની આશા-
ડૉ. રણદીપ ગુલેરિયાને આશા છે કે સપ્ટેમ્બર સુધી બાળકો માટે રસીકરણ અભિયાનની શરૂઆત થઇ જશે. તેમને કહ્યું કે ભારત બાયૉટેકની કૉવેક્સિન આ દિશમાં બહુજ આગળ વધી ચૂકી છે, અને આના ટ્રાયલનુ પરિણામ સપ્ટેમ્બર સુધી સામે આવી જશે. આ પછી આના ઇમર્જન્સી ઉપયોગ માટે આવશ્યક મંજરી મળી જશે. આ પછી તેમને કહ્યું કે આગામી અઠવાડિયા કે સપ્ટેમ્બરમાં બાળકો માટે વેક્સિન ઉપલબ્ધ થઇ જવી જોઇએ. તેમને કહ્યું આ પછી જેવી રીતે અમે 18 થી 45 વર્ષ માટે અભિયાન ચલાવ્યુ છે, તે રીતે અમારે ગ્રેડ સ્તર પર સ્કૂલમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવી પડશે.