શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસ: સેલ્ફ આઈસોલેશનમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને પુત્ર દુષ્યંત
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજેએ સેલ્ફ આઈસોલેશનમાં જવાનો નિર્ણય કર્યો છે. વસુંધરા રાજેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી તેની માહિતી આપી હતી.
નવી દિલ્હી: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા વસુંધરા રાજેએ સેલ્ફ આઈસોલેશનમાં જવાનો નિર્ણય કર્યો છે. વસુંધરા રાજેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કરી તેની માહિતી આપી હતી.
રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ ટ્વિટ કરતા લખ્યું, થોડા દિવસ પહેલા દુષ્યંત અને તેના સસુરાલવાળા સાથે લખનઉમાં એક ડિનર પર ગઈ હતી. કનિકા કપૂર જે #Covid19 સંક્રમિક છે, તે પણ આ ડિનરમં અતિથિ તરીકે સામેલ હતી. સાવધાની રાખવા માટે હુ અને દુષ્યંત સેલ્ફ આઈસોલેશનમાં છીએ અને અમે તમામ આવશ્યક નિર્દેશોનું પાલન કરી રહ્યા છીએ.
ઉલ્લેખનીય છે કે, બોલિવૂડ સિંગર કનિકા કપૂરને કોરોનવાઈરસ પોઝિટિવ આવ્યો છે. કનિકાને લખનઉની કેજીએમયુના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. લંડનથી આવ્યા બાદ તે લખનઉમાં રોકાઈ હતી અને પછી તાજ હોટલમાં યોજાયેલી એક પાર્ટીમાં હાજર રહી હતી. આ પાર્ટીમાં રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે તથા તેમનો દીકરો ભાજપા સાંસદ દુષ્યંત સિંહ પણ હાજર હતાં.
દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. ભારતમાં પણ કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 223 પર પહોંચી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion