શોધખોળ કરો
Advertisement
મોદી કેબિનેટમાં બે મોટા ફેરફાર, નરેન્દ્રસિંહ તોમરને સંસદીય કાર્યમંત્રાલય, સદાનંદ ગોડાને કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલય સોંપાયું
નવી દિલ્હી: મોદી સરકારમાં મંત્રી રહી ચુકેલા અને કર્ણાટક ભાજપના દિગ્ગજ નેતા અનંતકુમારના નિધન બાદ મોદી કેબિનેટમાં ખાલી પડેલા મંત્રાલયોની જવાબદારી અન્ય નેતાને સોંપવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરને સંસદીય કાર્ય મંત્રાલયનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે ડીવી સદાનંદ ગોડાને કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
સદાનંદ ગોડા હાલમાં સ્ટેટેસ્ટિક્સ અને પ્રોગ્રામ અમલીકરણના મંત્રી છે. જ્યારે નરેન્દ્ર સિંહ તોમર ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને ખનન મંત્રી છે અને તે હવે સંસદીય કાર્ય મંત્રાલયનો વધારાનો કાર્યભાર પણ સંભાળશે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય મંત્રી અનંતકુમારનું સોમવાર નિધન થઈ ગયું હતું. તેઓ સંસદીય કાર્ય મંત્રાલય અને કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનો કાર્યભાર સંભાળી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement