શોધખોળ કરો

DY Chandrachud: કાયદા મંત્રીને લઈ મુખ્ય ન્યાયાધીશે ડીવાઈ ચંન્દ્રચૂડે કહ્યું, હું તેમની સાથે...

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ન્યાયતંત્ર સામેના પડકારો, કોલેજિયમ સિસ્ટમ અને કાયદા પ્રધાનને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.

CJI DY Chandrachud On Law Minister: મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ન્યાયતંત્ર સામેના પડકારો, કોલેજિયમ સિસ્ટમ અને કાયદા પ્રધાનને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. CJIએ આજે કહ્યું હતું કે, જજ તરીકે મારા 23 વર્ષમાં કોઈએ મને કહ્યું નથી કે કેસનો નિર્ણય કેવી રીતે લેવો. તેમણે કહ્યું હતું કે, હું આ મુદ્દે કાયદા મંત્રી સાથે વાતચીત કરવા માંગતો નથી, કારણ કે અમારી ધારણા અલગ-અલગ હોઈ શકે છે. તેમાં કશું ખોટું પણ નથી.

કાયદા પ્રધાન કિરેન રિજિજુ કોલેજિયમ સિસ્ટમ વિરુદ્ધ ખૂબ જ અવાજ ઉઠાવી રહ્યા છે. આ ઉપરાંત કાયદા મંત્રીએ કહ્યું હતું કે, કેટલાક એવા ન્યાયાધીશો છે જેઓ એક્ટિવિસ્ટ છે અને ભારત વિરોધી ગેંગનો એક ભાગ છે જે વિરોધ પક્ષોની જેમ ન્યાયતંત્રને સરકાર વિરુદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉપરાંત તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો સુપ્રીમ કોર્ટમાં જાય છે અને સરકાર પર લગામ લગાવવાનું કહે છે. એવું ન હોઈ શકે કે ન્યાયતંત્ર કોઈ જૂથ અથવા રાજકીય જોડાણનો ભાગ ન હોય.

કિરેન રિજિજુએ લક્ષ્મણ રેખાનો ઉલ્લેખ કર્યો હતો

કિરેન રિજિજુએ એમ પણ કહ્યું હતું કે, આ લોકો ખુલ્લેઆમ કેવી રીતે કહી શકે કે ભારતીય ન્યાયતંત્રએ સરકારનો સામનો કરવો જોઈએ. જો ન્યાયાધીશો વહીવટી નિમણૂકોનો હિસ્સો બનશે તો ન્યાયિક કામગીરી કોણ કરશે? સાથે જ તેમણે કહ્યું હતું કે, આ જ કારણ છે કે બંધારણમાં લક્ષ્મણ રેખા ખૂબ જ સ્પષ્ટ છે.

"સરકારનું કોઈ દબાણ નથી"

એક ટીવી ચેનલના કોન્ક્લેવમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું કે, કેસનો નિર્ણય કેવી રીતે લેવો તે અંગે સરકાર તરફથી બિલકુલ કોઈ જ દબાણ નથી. જો ન્યાયતંત્રે સ્વતંત્ર રહેવું હોય તો આપણે તેને બહારના પ્રભાવથી બચાવવું પડશે. ન્યાયાધીશોની નિમણૂકની કોલેજિયમ સિસ્ટમ પર CJIએ કહ્યું હતું કે, દરેક સિસ્ટમ દોષરહિત હોતી નથી, પરંતુ તે શ્રેષ્ઠ સિસ્ટમ છે જે અમે વિકસાવી છે.

"રજા દરમિયાન પણ કામ કરે છે"

જજોના કામકાજ અને રજાઓ અંગે સીજેઆઈએ કહ્યું હતું કે, ભારતમાં સુપ્રીમ કોર્ટના જજ વર્ષમાં 200 દિવસ બેસે છે. તેમની નવરાશ કેસો વિશે વિચારવામાં, કાયદાઓ વિશે વાંચવામાં પસાર થાય છે. લોકો અમને સવારે 10:30 થી સાંજના 4 વાગ્યા સુધી કોર્ટમાં બેઠેલા જુએ છે.

CJIએ કહ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટમાં દરરોજ 40 થી 60 કેસનો નિકાલ કરીએ છીએ. બીજા દિવસે આવનારી બાબતો માટે તૈયાર રહેવા માટે અમે સાંજે અભ્યાસ કરવામાં સમાન સમય ફાળવીએ છીએ. સુપ્રીમ કોર્ટના દરેક જજ સામાન્ય રીતે શનિવારે ચુકાદો સંભળાવે છે. રવિવારે અમે બધા સોમવાર માટે બેસીને અભ્યાસ કરીએ છીએ. અપવાદ વિના સુપ્રીમ કોર્ટના દરેક જજ અઠવાડિયાના સાતેય દિવસ કામ કરે છે. જે અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં પણ નથી થતું.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget