શોધખોળ કરો
ફાસ્ટેગ યુઝર્સ ધ્યાન આપો! આટલું બેલેન્સ હશે તો ફાસ્ટેગ થઈ જશે બ્લેકલિસ્ટ, જાણો નવા નિયમો
FASTag balance rules: દેશભરના હાઇવે પર ટોલ ટેક્સની ચૂકવણી માટે ફાસ્ટેગનો ઉપયોગ કરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર છે.
ફાસ્ટેગના ઉપયોગને લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે, જે મુજબ હવે ફાસ્ટેગમાં ઓછું બેલેન્સ રાખવાથી તમારું ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થઈ શકે છે. આ નવા નિયમ 17 ફેબ્રુઆરી, 2025થી અમલમાં આવી ગયા છે.
1/5

ફાસ્ટેગ ભારતમાં ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સની ઓટોમેટિક ચૂકવણી માટેનું એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. તેનાથી ટોલ પ્લાઝા પર લાંબી લાઈનોમાં રાહ જોવાનો સમય બચે છે અને ટોલ પ્લાઝા પર ભીડ પણ ઓછી થાય છે.
2/5

ફાસ્ટેગ રેડિયો-ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજી પર કામ કરે છે, જે વાહનની વિન્ડસ્ક્રીન પર લગાવવામાં આવે છે. જ્યારે વાહન ટોલ પ્લાઝા પરથી પસાર થાય છે, ત્યારે સ્કેનર ફાસ્ટેગને સ્કેન કરે છે અને ટોલની રકમ સીધી ફાસ્ટેગ સાથે જોડાયેલા બેંક ખાતામાંથી કપાઈ જાય છે.
Published at : 21 Feb 2025 05:00 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ
ક્રિકેટ





















