શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાના કહેર વચ્ચે દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાં અનુભવાયા ભૂકંપના આંચકા
દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાં રાત્રે 9 વાગ્યે અને 8 મિનિટ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર, હરિયાણા અને પંજાબમાં રાત્રે 9 વાગ્યે અને 8 મિનિટ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેંદ્ર બિંદુ હરિયાણાનું રોહતક હતું. રિક્ટર સ્કેલ પ્રમાણે ભૂકંપની તીવ્રતા 4.6 હતી.
આ પહેલા 15મેના દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેંદ્ર દિલ્હીના પીતમપુર વિસ્તારમાં હતું. આ ભૂકંપની તીવ્રતા 2.2 હતી. 15 પહેલા 10મેના 3.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 13 એપ્રિલના 3.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે 14 એપ્રિલે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.7 હતી.
ભૂકંપને લઈને દિલ્હીને સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. ભૂવૈજ્ઞાનિકોએ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારને ઝોન-4માં રાખ્યો છે. દિલ્હીમાં ભૂકંપની આશંકાવાળા વિસ્તારમાં યમુના તટની નજીકના વિસ્તાર સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion