Delhi NCR Earthquake: દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા
દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકાઓ ઘણી વાર સુધી અનુભવાયા હતા.
નવી દિલ્હી: દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. આ આંચકાઓ ઘણી વાર સુધી અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા ત્યારે અનુભવાયા જ્યારે મોટાભાગના લોકો રાત્રે જમ્યા બાદ સૂવાની અથવા આરામ કરવાની તૈયારી કરી રહ્યા હતા. આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઈ હતી. ઘણા લોકો શેરીઓ અને ઉદ્યાન તરફ દોડવા લાગ્યા. ભૂકંપનો આ તાજેતરનો આંચકો એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર કે શેરીમાં હતા, તેઓએ ચોક્કસ આ આંચકો અનુભવ્યો હતો. હાલ તો ભૂકંપને લઈ લોકો ગભરાટમાં છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે.
दिल्ली में भूकंप के तेज झटके महसूस किए गए। pic.twitter.com/4oIBovOHLW
— ANI_HindiNews (@AHindinews) March 21, 2023
આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન જણાવવામાં આવી રહ્યું છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.7 માપવામાં આવી છે. ભારતની સાથે પાકિસ્તાન, તાજિકિસ્તાન, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 10.17 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા લોકોએ જણાવ્યું કે તેઓએ લગભગ 45 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવ્યા.
આંચકા બાદ લોકોમાં બેચેની વધી ગઈ હતી. ઘણા લોકો શેરીઓ અને બગીચા અને ખુલ્લી જગ્યા હોય એ તરફ દોડવા લાગ્યા હતા. ભૂકંપનો આ તાજેતરનો આંચકો એટલો જોરદાર હતો કે જે લોકો ઘર, દુકાન, બજાર કે શેરીમાં હતા તેમણે ચોક્કસથી આ જોરદાર ઝટકાને અનુભવ્યો હશે. હાલ લોકો ગભરાટમાં છે. જો કે દિલ્હી, ઈસ્લામાબાદ અને કાબુલમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.
#WATCH | Uttar Pradesh: People rush out of their houses in Vasundhara, Ghaziabad as strong earthquake tremors felt in several parts of north India. pic.twitter.com/wg4MWB0QdX
— ANI (@ANI) March 21, 2023નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રિક્ટર સ્કેલ પર 6.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ પછી ફાયર વિભાગને દિલ્હીના શકરપુરમાં ઇમારત ઝુકાવવાનો કોલ આવ્યો છે.
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ ભૂકંપ અંગે ટ્વિટ કર્યું છે.
I love Twitter after a tremor. It’s all “earthquake” “shaking” “hil gaye” 😆
— Omar Abdullah (@OmarAbdullah) March 21, 2023