શોધખોળ કરો

Earthquake In Uttarkashi: ઉત્તરાખંડના ઉત્તરાકાશીમાં ભૂકંપના ઝટકા, જોશીમઠથી માત્ર 250 કીમી દુર કેન્દ્ર બિન્દુ

ભૂકંપનું કેન્દ્ર 240 કીમી દુર હતુ, જોકે, ઝટકો તીવ્ર ન હતો, પરંતુ ડર ચે કે જોશીમઠની દબાતી જમીનને આ ઝટકો ક્યાંક વધુ નુકશાન ના પહોંચાડે. 

Earthquake In Uttarkashi: ઉત્તરાખંડના ઉત્તરાકાશીની ઉપરથી આપદા હટવાનુ નામ નથી લઇ રહી. ગુરુવાર- શુક્રવારની રાત્રે 2.12 વાગે ભૂકંપના ઝટકા અનુભવાયા, રિએક્ટર સ્કેમ મેપ પર ભૂંકપની તીવ્રતા 2.9 માપવામાં આવી. 

ભૂકંપનું કેન્દ્ર 240 કીમી દુર હતુ, જોકે, ઝટકો તીવ્ર ન હતો, પરંતુ ડર ચે કે જોશીમઠની દબાતી જમીનને આ ઝટકો ક્યાંક વધુ નુકશાન ના પહોંચાડે. 

જોશીમઠની જમીન પહેલાથી જ ધરતીમાં દબાઇ રહી છે. ભૂંઘસારાના કારણે 760 ઘરો એવા ચિન્હિત કરવામાં આવ્યા છે, જેમાં આંશિક રીતે કે ગંભીર રીતે તિરાડો પડી ગઇ છે. આમાં કેટલાય ભવનો ગંભીર સ્થિતિમાં છે જેના કારણે તેને તોડવામાં આવશે. આવામાં ભૂકંપના ઝટકા આવ્યા બાદ લોકોમાં ડર પેદા થઇ ગયો છે, કે પહેલાથી જ કમજોર ઘરોને આ ભૂંકપના ઝટકા વધુ નુકશાન ના પહોંચાડી દે.

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન - 

Joshimath Sinking: ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલનની વાત પીએમઓ સુધી પહોંચી છે. વડા પ્રધાન મોદીના મુખ્ય સચિવ ડૉ. પીકે મિશ્રાની અધ્યક્ષતામાં રવિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવા જઈ રહી છે. તેમાં પીએમઓમાં કેબિનેટ સચિવ અને ભારત સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. આ સિવાય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યો પણ પરિસ્થિતિની સમીક્ષા કરશે. માહિતી અનુસાર, જોશીમઠ જિલ્લાના પદાધિકારીઓ અને ઉત્તરાખંડ સરકારના વરિષ્ઠ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાશે.

જમીન પર પડી રહી છે સતત તિરાડો 

જોશીમઠ હિન્દુઓ માટે પણ પવિત્ર ધાર્મિક સ્થળ છે. અહીં બદ્રીનાથનું મંદિર આવેલું છે. કેટલાક દિવસોથી લોકોના ઘરો અને રસ્તાઓમાં તિરાડો જોવા મળી રહી છે, જે સતત વધી રહી છે. બીજી તરફ મારવાડી વિસ્તારમાં જમીનમાંથી પાણી નીકળવા લાગ્યું છે. એવું માનવામાં આવે છે કે જોશીમઠ શહેર ડૂબી રહ્યું છે અને આ બધી વસ્તુઓ કોઈ મોટી દુર્ઘટનાના સંકેત છે. આવી સ્થિતિમાં અહીં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.

લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે

ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે નિષ્ણાતોની એક પેનલ જોશીમઠને મોકલી હતી, જેણે રાજ્ય સરકારને પોતાનો રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દુર્ઘટનાગ્રસ્ત મકાનોને તોડી પાડવામાં આવે અને અહીં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી પણ પરિસ્થિતિનો તાગ મેળવવા જોશીમઠ પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે ચમોલીના જોશીમઠથી શરૂ થયેલ ભૂસ્ખલનની અસર કર્ણપ્રયાગ સુધી જોવા મળી રહી છે. અહેવાલો કહે છે કે કર્ણપ્રયાગમાં લગભગ પચાસ ઘરોમાં પણ તિરાડો દેખાઈ રહી છે. અહીંના લોકોએ પણ સરકારને મદદની અપીલ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ ગંદુ પાણી છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વધુ પડતા બાંધકામને કારણે પર્વતની ટોચ પરથી આવતા પાણીનો રસ્તો બંધ થઈ ગયો હતો. વરસાદનું ઘણું પાણી જમીનની અંદર એકઠું થયું છે, જે તેને ખોખલું બનાવી રહ્યું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget