શોધખોળ કરો

Election 2021 Dates, Full Schedule: પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી, તમામ રાજ્યોની મતગણતરી 2 મેના રોજ

Assembly Election 2021 Date Full Schedule: આવનારા મહિનાઓમાં(West Bengal Election 2021 Dates), આસામ (Assam Election 2021 Dates), કેરલ (Kerala Election 2021 Dates), તમિલનાડુ (Tamil Nadu Election 2021 Dates) અને કેંદ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીમાં (Puducherry Election 2021 Dates) વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી તારીખોની જાહેરાત પહેલા જ અહીં તમામ પાર્ટીઓ આ રાજ્યોમાં રેલીઓ અને જનસભાઓ કરી રહ્યા છે.

Election 2021 Dates Full Schedule Live: મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોડા ચૂંટણી તારીખોની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદ કરી હતી. સુનીલ અરોરાએ જણાવ્યું કે પુડ્ડુચેરી, કેરલ અને તમિલનાડુમાં ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. ત્રણ રાજ્યોમાં 6 એપ્રિલે મતદાન અને ચૂંટણી પરિણામ 2મેના રોજ આવશે.  27 માર્ચથી શરૂ થશે ચૂંટણી, 2 મેના પાંચ રાજ્યોના આવશે પરિણામ. મુખ્ય ચૂંટણી વડા સુનીલ અરોડાએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ અને બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે.  પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.
આસામમાં વિધાનસભા ચૂંટણી 3 તબક્કામાં યોજાશે. મતગણતરી 2 મેના રોજ થશે. મતદાન તારીખ  March 27 (3 તબક્કા) 1st તબક્કો  (47 વિધાનસભા બેઠકો) - March 27 2nd તબક્કો (39 વિધાનસભા બેઠકો) - April 1 3rd તબક્કો (40 વિધાનસભા બેઠકો) - April 6 મત ગણતરી: May 2 કેરળમાં 6 એપ્રિલના તમામ બેઠકો પર મતદાન થશે. આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણી થશે. 27 માર્ચથી શરૂ થશે ચૂંટણી, 2 મેના પાંચ રાજ્યોના આવશે પરિણામ.
સુનીલ અરોરા જણાવ્યું કે આસામ વિધાનસભા ચૂંણણી 3 તબક્કામાં થશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચ, બીજા તબક્કાનું 1 એપ્રિલ અને ત્રીજા તબક્કાનું મતદાન 6 એપ્રિલે થશે. મતગણતરી 2 મેના રોજ કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ કહ્યું કે ચૂંટણી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે. તેમણે આ દરમિયાનન કોરોના યોદ્ધાઓને સલામ કર્યું. તેમણે કહ્યું તમામ ચૂંટણી કોરોનાને ધ્યાનમાં રાખતા કરવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ જણાવ્યું કે પાંચ રાજ્યોમાં આ વખતે 18 કરોડ મતદારો પોતાના મતાધિકારીનો ઉપયોગ કરશે. કુલ 824 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. તેમણે જણાવ્યું કે આસામમાં 33 હજાર પોલિંગ સ્ટેશન હશે. આ વખતે ચૂંટણી માટે તમિલનાડુમાં 66 હજાર મતદાન કેંદ્ર બનાવવામાં આવશે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ જાણકારી આપી કે આ વખતે પશ્ચિમ બંગાળમાં 1 લાખ 1 હજાર 916 મતદાન કેંદ્ર બનાવવામાં આવશે. કોરોના કાળના કારણે ચૂંટણી પંચે તમામ રાજ્યોમાં આશરે 30 ટકા મતદાન કેંદ્ર વધારી દિધા છે. મુખ્ય ચૂંટણી અધિકારી સુનીલ અરોરાએ જાણકારી આપી છે કે આ વખતે મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે. તેમણે કહ્યું ડોર ટુ ડોર કેમ્પેન દરમિયાન પાંચથી વધારે લોકો સામેલ નહી થઈ શકે. સુનીલ અરોરાએ કહ્યું કે ઉમેદવાર સહિત પાંચ લોકોને પ્રચાર માટે ડોર ટુ ડોર કેમ્પેઈનની મંજૂરી હશે. તેમણે કહ્યું બંગાળ સહિત બીજા રાજ્યોમાં પણ સીઆરપીએફ તહેનાત કરાશે. સુરક્ષાની તમામ વ્યવસ્થા કરાશે. તમામ સંવેદનશીલ મતદાન કેંદ્રો પર સીઆરપીએફના જવાનો તહેનાત કરાશે. તેમણે જણાવ્યું કે મતદારો માટે નામાંકન કરવા માટે ઓનલાઈન સુવિધા પણ હશે. સુનીલ અરોરાએ પત્રકાર પરિષદમાં જાણકારી આપી કે કેરલમાં પહેલા 21,498 ચૂંટમી કેંદ્ર હતા, હવે અહીં ચૂંટણી કેંદ્રની સંખ્યા 40,771 થશે. પશ્ચિમ બંગાળમાં 2016માં 77,413 ચૂંટણી કેંદ્ર અને હવે 1,01,916 ચૂંટણી કેંદ્ર હશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget