શોધખોળ કરો
Advertisement
બિહાર: મુજફ્ફરપુરમાં મગજના તાવથી અત્યાર સુધી 66 બાળકોના મોત
અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકોની મોત હાઈપોગ્લીસેમિયાના કારણે થઈ છે. માત્ર આ મહિનામાં અત્યાર સુધી મોતની સંખ્યા વધીને 66 થઇ ગઈ છે.
પટના: બિહારના મુજફ્ફરપુર જિલ્લામાં મગજના તાવ (હાઈપોગ્લીસેમિયા)ની લપેટમાં આવવાથી વધુ 12 બાળકોના મોત નીપજ્યા છે. માત્ર આ મહિનાની વાત કરીએ તો અત્યાર સુધી મોતની સંખ્યા વધીને 66 થઇ ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકોની મોત હાઈપોગ્લીસેમિયાના કારણે થઈ છે. તેઓએ જણાવ્યું કે તમામ બાળકો હાઈપોગ્લીસેમિયાના શિકાર થયા છે. આ એવી સ્થિતિ છે જેમાં બ્લડ શુગરનું લેવલ ખૂબજ ઓછું થઈ જાય છે અને ઇલેક્ટ્રોલાઇટ અસંતુલિત થઈ જાય છે.
મુજફ્ફરપુરના બે સરકારી હોસ્પિટલોમાં 66 બાળોકના મોત થયા છે જેમાં એક હોસ્પિટલની મુલાકાત આરોગ્યમંત્રી મંગલ પાંડેએ કરી હતી. જિલ્લા પ્રશાસને દ્વારા જાહેર કરેલા એક નિવેદન અનુસાર શુક્રવારે સાંજ સુધી 6 વાગ્યા સુધી શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં 6 બાળકો અને કેજરીવાલ માતૃ સદનમાં 3 બાળકોનાં મોત થયા હતા. શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં જ અત્યાર સુધી 55 અને કેજરીવાલ માતૃ સદનમાં 11 બાળકોનાં મોત નીપજ્યા છે.
શ્રી કૃષ્ણા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં જે નવ બાળકોની સારવાર ચાલી રહી છે તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ સિવાય કેજરીવાલ હોસ્પિટલમાં પાંચ બાળકોની સ્થિતિ નાજૂક છે. આરોગ્યમંત્રીએ ડોક્ટરો અને અધિકારીઓ સાથે બેઠક બાદ કહ્યું કે શુક્રવારથી વધુ છ એમ્બ્યૂલન્સ ઉપલ્ધ કરાવવામાં આવશે અને 100 મોટા નવા વોર્ડનું સંચાલન જલ્દીજ શરૂ કરવામાં આવશે.Muzaffarpur: Death toll due to Acute Encephalitis Syndrome (AES) rises to 66 (55 at Sri Krishna Medical College and Hospital and 11 at Kejriwal Hospital). #Bihar
— ANI (@ANI) June 15, 2019
આરોગ્યમંત્રી માંડેએ કહ્યું કે બીમારીને રોકવા માટે લોકોમાં જાગૃતતા લાવવાની જરૂર છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે અગાઉથી સંબંધીત અધિકારીઓને પ્રભાવિત જિલ્લામાં બચાવ કાર્યના નિર્દેશ આપી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion